કીર્તન મુક્તાવલી

સૂતાં ઊઠી રે સમરું સહજાનંદ

૧-૮૦: સદ્‍ગુરુ કૃષ્ણાનંદ સ્વામી

Category: પ્રભાતિયાં

સૂતાં ઊઠી રે, સમરું સહજાનંદ કે વેણલાં ભલે વાયાં રે,

 અંતર ઊપજ્યો રે, અતિશે આનંદ કે... વેણલાં꠶ ૧

નયણે નીરખી રે, રંગભીનાનું રૂપ કે... વેણલાં

 પ્રીતે પોંખ્યા રે, બ્રહ્મ મહોલના ભૂપ કે... વેણલાં꠶ ૨

ઊર્ધ્વરેખા રે, બે ચરણમાં જોઈ કે... વેણલાં

 તેને નીરખી રે, મનડું રહ્યું મોઈ રે... વેણલાં꠶ ૩

નખમણિયું રે, જુગલ ચરણની જોડ કે... વેણલાં

 ગોળ ઘૂંટિયું રે, પૂરે મનડાના કોડ કે... વેણલાં꠶ ૪

જંઘા જાનુ રે, જોયા સાથળ સાર કે... વેણલાં

 નાભી ઊંડી રે, અજ ઉપજ્યા જે ઠામ કે... વેણલાં꠶ ૫

પેટ પોયણ રે, જોયા ત્રણે વળ કે... વેણલાં

 એવા ચિહ્નની રે, કૃષ્ણાનંદને કળ કે... વેણલાં꠶ ૬

Sūtā ūṭhī re, samaru Sahajānand ke

1-80: Sadguru Krushnanand Swami

Category: Prabhatiya

Sūtā ūṭhī re, samaru Sahajānand ke veṇlā bhale vāyā re,

 Antar upjyo re, atishe ānand ke... veṇlā 1

Nayaṇe nīrakhī re, rangbhīnānu rūp ke... veṇlā

 Prīte ponkhyā re, Brahma maholnā bhūp ke... veṇlā 2

Ūrdhvarekhā re, be charaṇmā joī ke... veṇlā

 Tene nīrakhī re, manḍu rahyu moī ke... veṇlā 3

Nakhmaṇiyu re, jugaḷ charaṇnī joḍ ke... veṇlā

 Goḷ ghuntiyu re, pūre manḍānā koḍ ke... veṇlā 4

Janghā jānu re, joyā sāthaḷ sār ke... veṇlā

 Nābhī ūnḍī re, aj upjyā je ṭhām ke... veṇlā 5

Pet poyaṇ re, joyā traṇe vaḷ ke... veṇlā

 Evā chihnanī re, Krishṇānand ne kaḷ ke... veṇlā 6

loading