કીર્તન મુક્તાવલી

સ્નેહભર્યાં નયણે નિહાળતા હો

૧-૭૯૦: સદ્‍ગુરુ મુક્તાનંદ સ્વામી

Category: લીલાનાં પદો

સ્નેહભર્યાં નયણે નિહાળતા હો, વંદન આનંદ ઘનશ્યામને;

 અમીમય દૃષ્ટિએ નિહાળતા હો, વંદન આનંદ ઘનશ્યામને... ꠶ટેક

છપૈયાપુરમાં વા’લો આપે પ્રગટ થયા,

 ધર્મભક્તિને ઘેર આનંદ ઉત્સવ થયા,

સંતોને આનંદ ઉપજાવતા હો,

 વંદન આનંદ ઘનશ્યામને... સ્નેહભર્યાં નયણે꠶ ૧

બાળ ચરિત્ર કરી આપે વન વિચર્યા,

 તીર્થોમાંહી ફરી જીવો પાવન કર્યા,

નીલકંઠ નામ ધરાવતા હો,

 વંદન આનંદ ઘનશ્યામને... સ્નેહભર્યાં નયણે꠶ ૨

વલ્કલ વસ્ત્ર ધરી પુલહાશ્રમે રહ્યા,

 બ્રહ્મરૂપ તેજ ધરી મોટા જોગી થયા,

નિજ સ્વરૂપ સમજાવતા હો,

 વંદન આનંદ ઘનશ્યામને... સ્નેહભર્યાં નયણે꠶ ૩

લોજપુર ધામ રહી સરજૂદાસ કા’વિયા,

 સર્વોપરી જ્ઞાન કહી સંતોને રિઝાવિયા,

મુક્તાનંદ પ્રેમ થકી પૂજતા હો,

 વંદન આનંદ ઘનશ્યામને... સ્નેહભર્યાં નયણે꠶ ૪

Snehbharyā nayaṇe nihāltā ho

1-790: Sadguru Muktanand Swami

Category: Leelana Pad

Snehbharyā nayaṇe nihāltā ho, vandan ānand Ghanshyāmne;

 Amīmay drashṭie nihāltā ho, vandan ānand Ghanshyāmne...

Chhapaiyāpurmā vā’lo āpe pragaṭ thayā,

 Dharmabhaktine gher ānand utsav thayā,

Santone ānand upjāvtā ho,

 Vandan ānand Ghanshyāmne... snehbharyā nayaṇe 1

Bāl charitra karī āpe van vicharyā,

 Tīrthomāhī farī jīvo pāvan karyā,

Nīlkanth nām dharāvtā ho,

 Vandan ānand Ghanshyāmne... snehbharyā nayaṇe 2

Valkal vastra dharī Pulhāshrame rahyā,

 Brahmarūp tej dharī moṭā jogī thayā,

Nij swarūp samjāvtā ho,

 Vandan ānand Ghanshyāmne... snehbharyā nayaṇe 3

Lojpur Dhām rahī Sarjūdās kā’viyā,

 Sarvoparī gnān kahī santone rijhāviyā,

Muktānand prem thakī pūjtā ho,

 Vandan ānand Ghanshyāmne... snehbharyā nayaṇe 4

loading