કીર્તન મુક્તાવલી

મારે ઘેર આવ્યા રે સુંદરવર શામળિયો

૧-૭૭૬: સદ્‍ગુરુ મુક્તાનંદ સ્વામી

Category: લીલાનાં પદો

પદ - ૩

 મારે ઘેર આવ્યા રે, સુંદરવર શામળિયો... ꠶ટેક

હરખ ભરી હું હરિને નીરખું, પિયું પ્રીતમ પાતળિયો... મારે꠶ ૧

સુખડું દેવા ને મન હરી લેવા, અમ પર અઢળક ઢળિયો... મારે꠶ ૨

જાળવિયું જોબન જે સારુ, તે અવસર આજ મળિયો... મારે꠶ ૩

લક્ષ્મીનો [અક્ષરનો] વર લાડકવાયો, અકળ ન જાયે કળિયો... મારે꠶ ૪

આશ્ચર્ય વાત સેજડીએ આવ્યા, બોલ પોતાને પળિયો... મારે꠶ ૫

મુક્તાનંદ મોહનવર મળતાં, ખોયા દી નો ખગ વળિયો... મારે꠶ ૬

મોહનની મહેરે

Māre gher āvyā re sundarvar Shāmaḷiyo

1-776: Sadguru Muktanand Swami

Category: Leelana Pad

Pad - 3

Mare gher āvyā re,

 sundarvar Shāmaḷiyo...

Harakh bharī hu Harine nīrakhu,

 piyu prītam pātaḷiyo... mare 1

Sukhḍu devā ne man harī levā,

 am par aḍhaḷak ḍhaḷiyo... mare 2

Jāḷavīyu joban je sāru,

 te avsar āj maḷiyo... mare 3

Lakshmīno var lāḍakvāyo,

 akaḷ na jāye kaḷiyo... mare 4

Āscharya vāt sejaḍīe āvyā,

 bol potāne paḷiyo... mare 5

Muktānand Mohanvar maḷtā,

 khoyā dī no khag vaḷiyo... mare 6

loading