કીર્તન મુક્તાવલી

પ્રેમે પ્રગટ્યા રે સૂરજ સહજાનંદ

૧-૭૫૯: સદ્‍ગુરુ મુક્તાનંદ સ્વામી

Category: લીલાનાં પદો

પદ - ૨

પ્રેમે પ્રગટ્યા રે સૂરજ સહજાનંદ,

 અધર્મ અંધારું ટાળિયું... ꠶ટેક

માયા રાત મુમુક્ષુની ટળી,

 થયું હરિ મળતાં પૂરણ પરભાત... અધર્મ꠶ ૧

સંશય શોક હર્યા સર્વે જીવના,

 જેને માની રે પ્રેમે વહાલાની વાત... અધર્મ꠶ ૨

જૂઠા જ્ઞાની ઉલૂક જગમાં હતા,

 તે સંતાણા રે પાપ પર્વતમાંય... અધર્મ꠶ ૩

કામ ક્રોધ ને લોભ જે ચોર તે,

 ડરી ભાગ્યા રે રહેવા ઠોર ન ક્યાંય... અધર્મ꠶ ૪

દેખી સંત કમળવન ફૂલિયાં,

 દુઃખ પામ્યા રે પાપી કુમુદ અપાર... અધર્મ꠶ ૫

મુક્તાનંદ કહે મહાસુખ આપિયું,

 એને વારણે રે જાઉં વારંવાર... અધર્મ꠶ ૬

ઠામ

Preme pragaṭyā re suraj Sahajānand

1-759: Sadguru Muktanand Swami

Category: Leelana Pad

Pad - 2

Preme pragaṭyā re suraj Sahajānand,

 Adharma andhārū tāḷiyu...

Māyā rāt mumukshunī ṭaḷī,

 Thayu Hari maltā pūraṇ parbhāt... adharma 1

Sanshay shok haryā sarve jīvanā,

 Jeṇe mānī re preme vahālānī vāt... adharma 2

Jūṭhā gnānī ulūk jagmā hatā,

 Te santāṇā re pāp parvatmāy... adharma 3

Kām krodh ne lobh je chor te,

 Ḍarī bhāgyā re rahevā ṭhor na kyāy... adharma 4

Dekhī sant kamaḷvan fūliyā,

 Dukh pāmyā re pāpī kumud apār... adharma 5

Muktānand kahe mahāsukh āpiyu,

 Ene vāraṇe re jāu vāramvār... adharma 6

loading