કીર્તન મુક્તાવલી

મુને લાગ્યો રે મુને લાગ્યો રે

૧-૬૬૦: સદ્‍ગુરુ બ્રહ્માનંદ સ્વામી

Category: પ્રાપ્તિ ને મહિમાનાં પદો

મુને લાગ્યો રે, મુને લાગ્યો રે,

રસિયા તારો રંગ, ના વરું હું બીજા કોઈને રે... ꠶ટેક

હું તો આવીશ રે, હું તો આવીશ રે;

છેલા તારે સંગ, કુળ મર્યાદા ખોઈને રે... મુને꠶ ૧

આંટી પાડી રે, આંટી પાડી રે;

ઉરમાંહિ અભંગ, મન મતવાલી હોઈને રે... મુને꠶ ૨

ભાવે ભેટી રે, ભાવે ભેટી રે;

અતિ આનંદ અંગ, મનડું રહ્યું છે મોઈને રે... મુને꠶ ૩

બ્રહ્માનંદના રે, બ્રહ્માનંદના રે;

વહાલા લહેરી તરંગ, જીવું છું તુજને જોઈને રે... મુને꠶ ૪

Mune lāgyo re mune lāgyo re

1-660: Sadguru Brahmanand Swami

Category: Prapti ne Mahimana Pad

Mune lāgyo re, mune lāgyo re,

 Rasiyā tāro rang, nā varu hu bījā koīne re...

Hu to āvīsh re, hu to āvīsh re;

 Chheḷā tāre sang, kuḷ maryādā khoīne re... mune 1

Ānṭī pāḍī re, ānṭī pāḍī re;

 Urmāhī abhang, man matvālī hoīne re... mune 2

Bhāve bhetī re, bhāve bhetī re;

 Ati ānand ang, manḍu rahyu chhe moīne re... mune 3

Brahmānandnā re, Brahmānandnā re;

 Vahālā laherī tarang, jīvu chhu tujne joīne re... mune 4

loading