કીર્તન મુક્તાવલી

રાત રહે પાછલી ચાર ઘટિકા તૈયે

૧-૬૬: સદ્‍ગુરુ મુક્તાનંદ સ્વામી

Category: પ્રભાતિયાં

રાગ: કેદાર

પદ - ૩

રાત રહે પાછલી ચાર ઘટિકા તૈયે, સંતને શયન તજી ભજન કરવું;

સ્વામિનારાયણ નામ ઉચ્ચારવું, પ્રગટ પરબ્રહ્મનું ધ્યાન ધરવું ꠶૧

તે સમે આળપંપાળ બકવું નહિ, ચિત્ત હરિચરણમાં પ્રોઈ દેવું;

ગૃહસ્થને જગત જંજાળને પરહરી, સ્વામિનારાયણ નામ કહેવું ꠶૨

ભજન તજી એ સમે અન્ય ઉદ્યમ કરે, નારકી થાય તે નર ને નારી;

તે માટે અમૂલખ અવસર પામીને, હરિજન સર્વ લેજો વિચારી ꠶૩

દુર્લભ સાજ તે સુગમ શ્રીહરિ કર્યો, ખોયલા દિવસની ભાંગી ખામી;

કહે છે મુક્તાનંદ ભજ દૃઢ ભાવશું, સ્વામિનારાયણ સત્ય સ્વામી ꠶૪

Rāt rahe pāchhlī chār ghatikā taiye

1-66: Sadguru Muktanand Swami

Category: Prabhatiya

Raag(s): Kedãr

Pad - 3

Rāt rahe pāchhlī chār ghatikā taiye,

 Santne shayan tajī bhajan karvu;

Swāminārāyaṇ nām uchchārvu,

 Pragaṭ Parabrahmanu dhyān dharvu. 1

Te same āḷpampāḷ bakvu nahi,

 Chitt Haricharaṇmā proī devu;

Gruhasthane jagat janjāḷne parharī,

 Swāminārāyaṇ nām kahevu. 2

Bhajan tajī e same anya udyam kare,

 Nārkī thāy te nar ne nārī;

Te māṭe amūlakh avsar pāmīne,

 Harijan sarva lejo vichārī. 3

Durlabh sāj te sugam Shrīhari karyo,

 Khoylā divasnī bhāngī khāmī;

Kahe chhe Muktānand bhaj dradh bhāvshu,

 Swāminārāyaṇ satya Swāmī. 4

loading