કીર્તન મુક્તાવલી

આજની ઘડી રે ઘન્ય આજની ઘડી

૧-૬૪૨: સદ્‍ગુરુ બ્રહ્માનંદ સ્વામી

Category: પ્રાપ્તિ ને મહિમાનાં પદો

આજની ઘડી રે ધન્ય અજની ઘડી;

 મેં નીરખ્યા સહજાનંદ, ધન્ય આજની ઘડી... ꠶ટેક

કામ ક્રોધ ને લોભ વિષે, રસ ન શકે નડી;

 માવજીની મૂર્તિ મારા, હૃદયમાં ખડી રે... ધન્ય꠶ ૧

જીવની બુદ્ધિ જાણી ન શકે, એ મોટી અડી;

 સદ્‌ગુરુની દૃષ્ટિ થાતાં, વસ્તુ એ જડી રે... ધન્ય꠶ ૨

ચોર્યાશી ચહુ ખાણમાં, હું થાક્યો આથડી;

 અંતર હરિશું એકતા રે, દુબધા દૂર પડી રે... ધન્ય꠶ ૩

જ્ઞાન કુંચી ગુરુ ગમસે, ગયાં તાળાં ઉઘડી;

 લાડુ સહજાનંદ નિહાળતાં, ઠરી આંખડી રે... ધન્ય꠶ ૪

વિષય

Ājnī ghaḍī re dhanya ājnī ghādī

1-642: Sadguru Brahmanand Swami

Category: Prapti ne Mahimana Pad

Ājnī ghaḍī re, dhanya ājnī ghādī;

 Me nīrakhyā Sahajānand, dhanya ājnī ghaḍī...

Kām krodh ne lobh vishe, ras na shake naḍī;

 Māvjinī mūrti mārā, hradaymā khaḍī re..dhanya 1

Jīvanī buddhi jāṇī na shake, e moṭī aḍī;

 Sadgurūnī drashṭi thātā, vastu e jaḍī re..dhanya 2

Choryāshī chahu khāṇmā, hu thākyo āthḍī;

 Antar harishu ektā re, dubdhā ḍūr paḍī re..dhanya 3

Gnān kunchī guru gamse, gayā tāḷā ughḍī;

 Lāḍu Sahajānand nihāḷtā, ṭharī ānkhaḍī re..dhanya 4

vishay

loading