કીર્તન મુક્તાવલી

ધ્યાન ધર ધ્યાન ધર ધર્મના પુત્રનું

૧-૬૪: સદ્‍ગુરુ મુક્તાનંદ સ્વામી

Category: પ્રભાતિયાં

પદ - ૧

ધ્યાન ધર ધ્યાન ધર ધર્મના પુત્રનું, જે થકી સર્વ સંતાપ નાસે;

કોટિ રવિચંદ્રની કાંતિ ઝાંખી કરે, એવા તારા ઉર વિષે નાથ ભાસે ꠶૧

શિર પર પુષ્પનો મુગટ સોહામણો, શ્રવણ પર પુષ્પના ગુચ્છ શોભે;

પુષ્પના હારની પંક્તિ શોભે ગળે, નીરખતાં ભક્તનાં મન લોભે ꠶૨

પચરંગી પુષ્પનાં કંકણ કર વિષે, બાંયે બાજૂબંધ પુષ્પ કેરાં;

ચરણમાં શ્યામને નેપુર પુષ્પના, લલિત ત્રિભંગી શોભે ઘણેરાં ꠶૩

અંગોઅંગ પુષ્પનાં આભરણ પહેરીને, દાસ પર મહેરની દૃષ્ટિ કરતા;

કહે છે મુક્તાનંદ ભજ દૃઢ ભાવશું, સુખ તણા સિંધુ સર્વે કષ્ટ હરતા ꠶૪

Dhyān dhar dhyān dhar Dharmanā putranu

1-64: Sadguru Muktanand Swami

Category: Prabhatiya

Pad - 1

Dhyān dhar dhyān dhar Dharmanā putranu,

 Je thakī sarva santāp nāse;

Koṭi ravichandranī kānti jhānkhī kare,

 Evā tārā ur vishe Nāth bhāse. 1

Shir par pushpano mugat sohāmaṇo,

 Shravaṇ par pushpano guchchh shobhe;

Pushpanā hārnī pankti shobhe gaḷe,

 Nīrakhtā bhaktanā man lobhe. 2

Pachrangī pushpanā kankaṇ kar vishe,

 Bāye bājūbandh pushpa kerā;

Charaṇmā Shyāmne nepur pushpanā,

 Lalit tribhangī shobhe ghanerā. 3

Angoang pushpanā ābharaṇ paherīne,

 Dās par maheranī drashṭi kartā;

Kahe chhe Muktānand bhaj dradh bhāvshu,

 Sukh taṇā sindhu sarve kashṭ hartā. 4

loading