કીર્તન મુક્તાવલી

પ્રાણી શ્વાસોચ્છ્‍વાસે સ્વામીને સંભારીએ રે

૧-૬૨૬: સદ્‍ગુરુ પ્રેમાનંદ સ્વામી

Category: પ્રાપ્તિ ને મહિમાનાં પદો

પદ - ૩

પ્રાણી શ્વાસોચ્છ્‍વાસે સ્વામીને સંભારીએ રે;

હો સંભારીએ રે, ઘડીયે ન વિસારીએ રે... ꠶ટેક

ખાતાં પીતાં હરતાં ફરતાં, કરતાં ઘરનું કામ;

સ્વામિનારાયણ સ્વામિનારાયણ, મુખે રટીએ નામ... પ્રાણી꠶ ૧

ધન જોબન ને આવરદાનો, ના કરીએ નિરધાર;

વીજળીના ઝબકારાની પેઠે, જાતાં ન લાગે વાર... પ્રાણી꠶ ૨

સ્વામિનારાયણ ભજતાં પ્રાણી, થાશે મોટું સુખ;

લખ ચોરાશીના ફેરા મટશે, જમપુરીનાં દુઃખ... પ્રાણી꠶ ૩

પ્રગટ હરિનું ભજન કરીને, ઊતરો ભવજળ પાર;

પ્રેમાનંદ કહે નહિ માનો તો, ખાશો જમનો માર... પ્રાણી꠶ ૪

Prāṇī svāsochchhvāse Swāmīne sambhārīe re

1-626: Sadguru Premanand Swami

Category: Prapti ne Mahimana Pad

Pad - 3

Prāṇī svāsochchhvāse Swāmīne sambhārīe re;

 Ho sambhārīe re, ghaḍīye na visārīe re.

Khātā pitā, hartā fartā, kartā gharnu kām;

 Swāminārāyaṇ Swāminārāyaṇ, mukhe raṭīe nām... prāṇī 1

Dhan joban ne āvardāno, nā karīe nīrdhār;

 Vījaḷīnā jhabkārānī peṭhe, jātā na lāge vār... prāṇī 2

Swāmīnārāyaṇ bhajtā prāṇī, thāshe moṭu sukh;

 Lakh chorāshīnā ferā maṭshe, jampurinā dukh... prāṇī 3

Pragaṭ Harinu bhajan karīne, ūtaro bhavjaḷ pār;

 Premānand kahe nahi māno to, khāsho Jamano mār... prāṇī 4

loading