કીર્તન મુક્તાવલી

શાંતિ પમાડે તેને સંત કહીએ

૧-૫૬૬: અજાણ્ય

Category: ઉપદેશનાં પદો

શાંતિ પમાડે તેને સંત કહીએ,

 હાંરે એના દાસના દાસ થઈ રહીએ રે... ꠶ટેક

કલ્પવૃક્ષ સેવે જ્યારે દારિદ્ર ઊભું, ત્યારે તેને છાંયે તે શીદ જઈએ;

રાજાની ચાકરીમાં ભૂખ ન ભાંગી, ત્યારે તેનો તે ભાર શીદ વહીએ રે꠶ ૧

વિદ્યાનું મૂળ જ્યારે પૂરું ન ભણાવે, ત્યારે પંડ્યાનો માર શીદ ખઈએ;

લીધો વળાવો ને ચોર જ્યારે લૂંટે, ત્યારે તેની સંગાથે શીદ જઈએ રે꠶ ૨

વૈદ્યની ગોળી ખાધે રોગ રહે ઊભો, ત્યારે તેની ગોળી તે શીદ ખઈએ;

કર્યા ગુરુ ને જ્યારે ભૂલ ન ભાંગી, ત્યારે તેના ચેલા તે શીદ થઈએ રે꠶ ૩

નામ ને નામી મારા ગુરુએ બતાવ્યું, ભાઈ તે તો લખ્યું મારે હૈયે;

સૌમાં વ્યાપક સૌથી ન્યારા, ‘બાપુ’ એવા પુરુષને ચહીએ રે꠶ ૪

વસીએ

લઈએ

Shānti pamāḍe tene santa kahīe

1-566: unknown

Category: Updeshna Pad

Shānti pamāḍe tene sant kahīe,

 Hāre enā dāsnā dās thaī rahīe re...

Kalpavruksh seve jyāre dāridra ubhu,

 tyāre tene chhāye te shīd jaīye;

Rājānī chākrīmā bhukh na bhāngī,

 tyāre teno te bhār shīd vahīe re... 1

Vidyānu mūḷ jyāre pūru na bhaṇāve,

 tyāre panḍyāno mār shīd khaiye;

Līdho vaḷāvo ne chor jyāre lūṭe,

 tyāre tenī sangāthe shīd jaīye re... 2

Vaidynī goḷī khādhe rog rahe ubho,

 tyāre tenī goḷī te shīd khaie;

Karyā guru ne jyāre bhul na bhāngī,

 tyāre tenā cheḷā te shīd thaīe re... 3

Nām ne nāmī mārā gurue batāvyu,

 bhāī te to lakhyu māre haiye;

Saumā vyāpak saūthī nyārā,

 ‘Bāpu’ evā purushne chahīe re... 4

loading