કીર્તન મુક્તાવલી

સતસંગનો રસ ચાખ પ્રાણી તું તો

૧-૫૫૪: મીરાંબાઈ

Category: ઉપદેશનાં પદો

સતસંગનો રસ ચાખ પ્રાણી તું તો, સત્સંગનો રસ ચાખ;

પ્રથમ લાગે તીખો ને કડવો પછી, આંબા કેરી સાખ... ꠶ટેક

આ રે કાયાનો ગર્વ ન કીજે, અંતે થાવાની છે ખાખ;

હાથી ને ઘોડા માલ ખજાના, કાંઈ ન આવે સાથ... પ્રાણી꠶ ૧

કાચી રે કાયા કોટડી જેવી, ઢળતાં ન લાગે વાર;

કાચો રે કૂપો જળ ભર્યો રે, ગળતાં ફૂટી જાય... પ્રાણી꠶ ૨

સતસંગથી બે ઘડીમાં મુક્તિ, વેદ પૂરે છે શાખ;

બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધર નાગર, સંત મુક્તિનું દ્વાર... પ્રાણી꠶ ૩

હરિ ચરણે ચિત્ત રાખ

Satsangno ras chākh prāṇī tu to

1-554: Meerabai

Category: Updeshna Pad

Satsangno ras chākh prāṇī tu to,

 satsangno ras chākh;

Pratham lāge tīkho ne kaḍvo pachhī,

 āmbā kerī sākh...

Ā re kāyāno garva na kīje,

 ante thāvānī chhe khākh;

Hāthī ne ghoḍā māl khajānā,

 kāī na āve sāth... prāṇī 1

Kāchī re kāyā koṭḍī jevī,

 ḍhaḷtā na lāge vār;

Kācho re kūpo jaḷ bharyo re,

 gaḷtā fūtī jāy... prāṇī 2

Satsangthī be ghaḍīmā mukti,

 Veda pūre chhe shākh;

Bāī Mirā kahe Prabhu Giridhar nāgar,

 sant muktinu dvār... prāṇī 3

loading