કીર્તન મુક્તાવલી

ફૂલની બાંધી રે પોંચી ફૂલની બાંધી

૧-૫૦૦૯: સદ્‍ગુરુ બ્રહ્માનંદ સ્વામી

Category: મૂર્તિનાં પદો

પદ - ૩

ફુલની બાંધી રે પોંચી, ફુલની બાંધી;

હેલી નટવરજીને હાથે, પોંચી ફુલની બાંધી... ꠶ટેક

ફુલતણાં છોગલીયાં ફરતાં, મેલ્યાં મરમાળા;

કાનુ ઉપર ફુલડા ખોસ્યાં, લાગે રૂપાળા... ફુલની꠶ ૧

ફુલદડો ઉછાળે વ્હાલો, લટકે મન લેવા;

એ લટકાને જોવા આવો, ભવ બ્રહ્મા જેવા... ફુલની꠶ ૨

ફુલડાની ટોપી ગુંથીને, પ્રેમે પહેરાવી;

બ્રહ્માનંદ કહે એ છબી, મેં તો અંતર ઠેરાવી... ફુલની꠶ ૩

Fūlnī bāndhī re pochī fūlnī bāndhī

1-5009: Sadguru Brahmanand Swami

Category: Murtina Pad

Pad - 3

Fulnī bāndhī re pochī, fulnī bāndhī;

 Helī Naṭvarjīne hāthe, ponchī fulnī bāndhī... °ṭek

Fultaṇā chhogalīyā fartā, melyā marmāḷā;

 Kānu upar fulaḍā khosyā, lāge rūpāḷā... Fulnī° 1

Fuldaḍo uchhāḷe vhālo, laṭke man levā;

 E laṭkāne jovā āvo, Bhav Brahmā jevā... Fulnī° 2

Fulḍānī ṭopī gunthīne, preme paherāvī;

 Brahmānand kahe e chhabī, me to antar ṭherāvī... Fulnī° 3

loading