કીર્તન મુક્તાવલી
કા’ના નેણે તારે કીધાં મુને કામણિયાં
૧-૩૬૯: સદ્ગુરુ બ્રહ્માનંદ સ્વામી
Category: મૂર્તિનાં પદો
કા’ના નેણે તારે કીધાં મુને કામણિયાં... ટેક
નેણાં તારા નાગર નંદના, બાણ સરીખાં તીખાં બણિયાં... ૧
જાદવ રંગભર સામું જોઈને, હેત કરીને મનડાં હણિયાં... ૨
ઘાયલ થઈને હું તો ઘેલી ફરું છું, શું જાણું જે મંત્ર શું ભણિયાં... ૩
બ્રહ્માનંદના નાથ રંગીલા, ભાવે હું લેઉં તારા ભામણિયાં... ૪
Kā’nā neṇe tāre kīdhā mune kāmaṇiyā
1-369: Sadguru Brahmanand Swami
Category: Murtina Pad
Kā’nā neṇe tāre kīdhā mune kāmaṇiyā...
Neṇā tārā nāgar Nandnā,
bāṇ sarīkhā tīkhā baṇiyā... 1
Jādav rangbhar sāmu joīne,
het karīne manḍā haṇiyā... 2
Ghāyal thaīne hu to ghelī farū chhu,
shu jāṇu je mantra shu bhaṇiyā... 3
Brahmānandnā Nāth rangīlā,
bhāve hu leu tārā bhāmaṇiyā... 4