કીર્તન મુક્તાવલી

પધારો લાલ લટકાળા લે’રી

૧-૩૪: સદ્‍ગુરુ પ્રેમાનંદ સ્વામી

Category: પ્રાર્થના

રાગ: ભૂપાલી

પધારો લાલ લટકાળા લે’રી લટકાળા લે’રી... ꠶ટેક

શેરી વળાવી ને સજ્જ કરાવી, ફૂલડાં મેલ્યાં વેરી;

પ્રીત કરી જગજીવન જામા, જરકસિયા પે’રી... પધારો꠶ ૧

પાલખીએ બેસીને પધારો, હરિ મારી શેરી;

વાજાં વાગે આગે ઓચ્છવ થાય, ઝાલર્યું ઝણણેરી... પધારો꠶ ૨

ઊભી વધાવા થાળ ભરીને, ગજ મોતી કેરી;

પ્રેમાનંદ આનંદ અતિશે, સુંદર મુખે હેરી... પધારો꠶ ૩

Padhāro lāl laṭkāḷā le’rī

1-34: Sadguru Premanand Swami

Category: Prarthana

Raag(s): Bhoopãli

 Padhāro lāl laṭkāḷā le’rī laṭkāḷā le’rī...

Sherī vaḷāvī ne sajj karāvī, fulḍā melyā verī;

 Prīt karī jagjīvan jāmā, jarkasiyā peírī... 1

Pālkhie besine padhāro, Hari mārī sherī;

 Vājā vāge āge ochchhav thāy, jhālaryu jhaṇṇerī... 2

Ubhī vadhāvā thāḷ bharine, gaj motī kerī;

 Premānand ānand atishe, sundar mukhe herī... 3

loading