કીર્તન મુક્તાવલી

સોના અંબાડીએ હાથી શણગારિયો

૧-૩૩૬: નારાયણદાસ

Category: મૂર્તિનાં પદો

સોના અંબાડીએ હાથી શણગારિયો,

 ગજે બેઠા ગિરધારી રે કોઈ જોવાને આવો... ꠶ટેક

હણહણતા ઘોડા ને પાળા રૂપાળા,

 આગે ચાલી અસવારી રે, કોઈ જોવાને આવો... ૧

જામો જરીનો ને પાઘ પેચાળી,

 છોગલીએ હદ વાળી રે, કોઈ જોવાને આવો... ૨

કાનોમાં કુંડળ ને મોતીડાંની માળા,

 હાર પે’ર્યો છે હજારી રે, કોઈ જોવાને આવો... ૩

વાજાં તે વાગે ને છતર છાજે,

 ચમર કરે બ્રહ્મચારી રે, કોઈ જોવાને આવો... ૪

સંત ને હરિજન કીર્તન ગાવે,

 મૂર્તિ માવાની ઉર ધારી રે, કોઈ જોવાને આવો... ૫

નરનારી આવે ને મોતીડે વધાવે,

 શેરીમાં ભીડ થઈ ભારી રે, કોઈ જોવાને આવો... ૬

નારાયણદાસનો નાથ પધાર્યા,

 અવતારના અવતારી રે, કોઈ જોવાને આવો... ૭

Sonā ambāḍīe hāthī shaṇgāriyo

1-336: Narayandas

Category: Murtina Pad

Sonā ambāḍīe hāthī shaṇgāriyo,

Gaje beṭhā Girdhārī re koī jovāne āvo...

Haṇhaṇtā ghoḍā ne pāḷā rūpāḷā,

Āge chālī asvārī re, koī jovāne āvo... 1

Jāmo jarīno ne pāgh pechāḷī,

Chhogalīe had vāḷī re, koī jovāne āvo... 2

Kānomā kunḍaḷ ne motīḍānī māḷā,

Hār pe’ryo chhe hajārī re, koī jovāne āvo... 3

Vājā te vāge ne chhatar chhāje,

Chamar kare brahmachārī re, koī jovāne āvo... 4

Sant ne harijan Kīrtan gāve,

Mūrti māvānī ur dhārī re, koī jovāne āvo... 5

Narnārī āve ne motīḍe vadhāve,

Sherīmā bhīḍ thaī bhārī re, koī jovāne āvo... 6

Nārāyaṇdāsno Nāth padhāryā,

Avatārnā avatārī re, koī jovāne... 7

loading