કીર્તન મુક્તાવલી

આવા ને આવા રે આવા ને આવા રે

૧-૩૦૯: સદ્‍ગુરુ પ્રેમાનંદ સ્વામી

Category: મૂર્તિનાં પદો

પદ - ૪

આવા ને આવા રે આવા ને આવા રે,

રહેજો મારી આંખલડીમાં રે, આવા ને આવા રે... ટેક

આવા ને આવા મારા નાથ બિરાજો,

 હાંરે મારા તનના તાપ બુઝાવા રે... ૧

ડોલરિયાના નિત હાર પહેરાવું,

 હાંરે રૂડા તોરા લાવું લટકાવા રે... ૨

અમૃત વેણે સુકોમળ નેણે,

 હાંરે અતિ અમૃત ઝડી વરસાવા રે... ૩

પ્રેમાનંદ કહે નાથજી આગે,

 હાંરે રહું હાજર નિશદિન ગાવા રે... ૪

Āvā ne āvā re āvā ne āvā re

1-309: Sadguru Premanand Swami

Category: Murtina Pad

Pad - 4

Āvā ne āvā re āvā ne āvā re,

 Rahejo mārī ānkhalḍīmā re, āvā ne āvā re...

Āvā ne āvā mārā Nāth birājo,

 Hāre mārā tannā tāp bujhāvā re... 1

Ḍolariyānā nit hār paherāvu,

 Hāre rūḍā torā lāvu laṭkāvā re... 2

Amrut veṇe sukomaḷ neṇe,

 Hāre ati amrut jhaḍī varsāvā re... 3

Premānand kahe Nāthjī āge,

 Hāre rahu hājar nishdin gāvā re... 4

loading