કીર્તન મુક્તાવલી
સનેહી શ્રીઘનશ્યામને ખમા ખમા
૧-૨૯૫: સદ્ગુરુ પ્રેમાનંદ સ્વામી
Category: મૂર્તિનાં પદો
પદ - ૨
સનેહી શ્રીઘનશ્યામને, ખમા ખમા ઘણી ખમા રે... ꠶ટેક
નેહ નિભાવણ નાથને, રાખું રાજી થઈ નેણમાં રે;
નિમખ ન્યારો નવ મેલું, મારા પ્રાણસનેહી પ્રીતમા રે... સનેહી꠶ ૧
મોહનજીની મૂરતિ મારી, આંખ્યુંનાં ચશમાં રે;
એ વિના મુને કાંઈ ન સૂઝે, રાત અને દિનમાં રે... સનેહી꠶ ૨
હું જીવું એને જોઈને, એ છે પ્રાણ મારા દેહમાં રે;
રટું માળા એના નામની, પડું પળે પળે પગમાં રે... સનેહી꠶ ૩
મેં તો તોડી પ્રીત સંસારથી, જોડી હૈયાના હારમાં રે;
પ્રેમાનંદના પ્રાણને, રાખું જતને જીવમાં રે... સનેહી꠶ ૪
Sanehī Shrī Ghanshyāmne khamā khamā
1-295: Sadguru Premanand Swami
Category: Murtina Pad
Pad - 2
Sanehī Shrī Ghanshyāmne,
Khamā khamā ghaṇī khamā re...
Neh nibhāvaṇ Nāthne,
Rākhu rājī thaī neṇmā re;
Nimakh nyāro nav melu,
Mārā prāṇsanehī prītmā re... sanehi 1
Mohanjīnī mūrti mārī,
Ānkhyunā chashmā re;
E vinā mune kāī na sūjhe,
Rāt ane dinmā re... sanehi 2
Hū jīvu ene joīne,
E chhe prāṇ mārā dehmā re;
Raṭu māḷā eṇā nāmnī,
Paḍu paḷe paḷe pagmā re... sanehi 3
Me to toḍī prīt sansārthī,
Joḍī haiyānā hārmā re;
Premānandnā prāṇne,
Rākhu jatane jīvamā re... sanehi 4