કીર્તન મુક્તાવલી

આજ મને સામો મળ્યો છે અલબેલો

૧-૨૬૯: સદ્‍ગુરુ બ્રહ્માનંદ સ્વામી

Category: મૂર્તિનાં પદો

પદ - ૨

આજ મને સામો મળ્યો છે અલબેલો,

 છોગાંવાળો રંગછેલો રે આલી... આજ꠶ ટેક

મોંઘા મૂલી રે પહેરી મોતીડાંની માળા,

 ભાલ કપોલ કેસરાળાં રે આલી... આજ꠶ ૧

ગજરા પહેર્યા છે ઘેરા રંગના ગુલાબી,

 શોભા ત્રિલોક કેરી દાબી રે આલી... આજ꠶ ૨

બાજૂ કાજુ રે લીધા ફૂલડાંના બાંધી,

 ભ્રમર ભમે છે તાર સાંધી રે આલી... આજ꠶ ૩

બ્રહ્માનંદનો વહાલો રંગડાનો ભરિયો,

 લઈને હૈડામાંહી ધરિયો રે આલી... આજ꠶ ૪

Āj mane sāmo maḷyo chhe Albelo

1-269: Sadguru Brahmanand Swami

Category: Murtina Pad

Pad - 2

Āj mane sāmo maḷyo chhe Albelo,

 Chhogāvāḷo rangchhelo re ālī...

Monghā mūlī re paherī motīḍānī māḷā,

 Bhāl kapoḷ kesarāḷā re ālī... āj 1

Gajrā paheryā chhe gherā rangnā gulābī,

 Shobhā trilok kerī dābī re ālī... āj 2

Bājū kāju re līdhā fūlḍā nā bāndhī,

 Bhramar bhame chhe tār sānḍhī re ālī... āj 3

Brahmānandnā vahālo rangḍāno bharīyo,

 Laīne haiḍāmāhī dhariyo re ālī... āj 4

loading