કીર્તન મુક્તાવલી

તારી લાવણમાં લોભાણી

૧-૨૬૧: સદ્‍ગુરુ બ્રહ્માનંદ સ્વામી

Category: મૂર્તિનાં પદો

પદ - ૨

તારી લાવણમાં લોભાણી, વા’લા રે મારા નવલ વિહારી... ꠶ટેક

મૂરતિ મનોહર જોઈને તારી, ભૂલી હું ભરવું પાણી... વા’લા રે꠶ ૧

પૂરણ ચંદ્ર સરીખું રે મુખડું, ભ્રૂકુટિમાં ભરમાણી... વા’લા રે꠶ ૨

છોગલિયે ચકચૂર થઈ છું, ડોલરિયા વ્રજદાણી... વા’લા રે꠶ ૩

બ્રહ્માનંદ કહે જોઈ તારાં નેણાં, વેણાંમાં વેંધાણી... વા’લા રે꠶ ૪

Tārī lāvaṇmā lobhāṇī

1-261: Sadguru Brahmanand Swami

Category: Murtina Pad

Pad - 2

Tārī lāvaṇmā lobhāṇī,

 Vā’lā re mārā naval vihārī...

Mūrti manohar joīne tārī,

 Bhulī hu bharvu pāṇī... vā’lā re 1

Pūraṇ chandra sarīkhu re mukhḍu,

 Bhrukuṭimā bharmāṇī... vā’lā re 2

Chhogalīye chakchur thaī chhu,

 Ḍolariyā Vrajdāṇī... vā’lā re 3

Brahmānand kahe joī tārā neṇā,

 Veṇāmā vendhāṇī... vā’lā re 4

loading