કીર્તન મુક્તાવલી

મૂર્તિ તમારી મારા શ્યામ શોભાધામ છે

૧-૧૩૭: સદ્‍ગુરુ મુક્તાનંદ સ્વામી

Category: પ્રભાતિયાં

મૂર્તિ તમારી મારા શ્યામ શોભાધામ છે,

છબી પર વારું કોટિકામ, મન અભિરામ છે... ૧

પ્રેમી જનના પ્રાણ, છો જી તમે શ્રીહરિ,

જાગો મારા જીવનપ્રાણ કે જોઉં નેણાં ભરી... ૨

તલખે છે સૌ વ્રજનાર દર્શન કારણે,

જાગો મારા જગના જીવન જોઈને જાઉં વારણે... ૩

મનમોહન ચિત્ત ચોર, દર્શન આપીએ,

મુક્તાનંદ કહે નાથ, દુઃસહ દુઃખ કાપીએ... ૪

Mūrti tamārī mārā Shyām shobhādhām chhe

1-137: Sadguru Muktanand Swami

Category: Prabhatiya

Mūrti tamārī mārā Shyām shobhādhām chhe,

 Chhabī par vāru koṭikām, man abhirām chhe... 1

Premī jannā prāṇ, chho jī tame Shrīhari,

 Jāgo mārā Jīvanprāṇ ke jou neṇā bharī... 2

Talkhe chhe sau Vrajnār darshan kāraṇe,

 Jāgo mārā jagnā jīvan joīne jāu vāraṇe... 3

Manmohan chitt chor, darshan āpīe,

 Muktānand kahe Nāth, dusah dukh kāpīe... 4

loading