કીર્તન મુક્તાવલી

એહ વિના મોટાઈ જે અન્ય ખરી તે પણ ખોટી નથી રે

૧-૧૦૭૮: સદ્‍ગુરુ નિષ્કુળાનંદ સ્વામી

Category: ચોસઠપદી

પદ - ૪૭

એહ વિના મોટાઈ જે અન્ય, ખરી તે પણ ખોટી નથી રે;

તે તો સુણી લિયો સહુજન, તે પણ કહું કથી રે... ૧

જેમ પંખીમાં મોટેરો ઘૂડ, ઝાડમાં તાડ લઈએ રે;

તળાવ જળમાં મોટો ઝૂડ, પશુમાં પાડો કહીએ રે... ૨

સર્પમાં મોટેરો તક્ષક, વીંછીમાં ઠાકરિયો વળી રે;

એ તો મોટપ દુઃખદાયક, સમજો સહુ મળી રે... ૩

એમ જાણ્યા વિના જગમાંય, ઉપાય નથી ઊગર્યાનો રે;

કહે નિષ્કુળાનંદ તે ન્યાય, માનો કે નવ માનો રે... ૪

Eh vinā moṭāī je anya kharī te paṇ khoṭī nathī re

1-1078: Sadguru Nishkulanand Swami

Category: Chosath Padi

Pad 47

Eh vinā moṭāī je anya, kharī te paṇ khoṭī nathī re;

 Te to suṇī liyo sahujan, te paṇ kahu kathī re... 1

Jem pankhīmā moṭero ghuḍ, jhāḍmā tāḍ laīe re;

 Taḷāv jaḷmā moṭo jhuḍ, pashumā pāḍo kahīe re... 2

Sarpmā moṭero Takshak, vīnchchhīmā ṭhākarīyo vaḷī re;

 Eto moṭap dukhdāyak, samjo sahu maḷī re... 3

Em jāṇyā vinā jagmāy, upāy nathī ūgaryāno re;

 Kahe Nishkuḷānand te nyāy, mano ke nav mano re... 4

loading