કીર્તન મુક્તાવલી

એવા જન જીવતા જરૂર મૂઆ છે માની લેજો રે

૧-૧૦૭૩: સદ્‍ગુરુ નિષ્કુળાનંદ સ્વામી

Category: ચોસઠપદી

પદ - ૪૨

એવા જન જીવતા જરૂર, મૂઆ છે માની લેજો રે;

દેખી દુર્ગંધને રહેજો દૂર, આભડછેટ એ તો છે જો રે... ૧

કાઢ્યા વિના નહિ સૂઝે કામ, સૂતક એ શીદ રાખો રે;

બાળી જાળી ટાળો એનું ઠામ, વાની વહેતે જળે નાખો રે... ૨

ઘણું રાખતાં એ ઘરમાંય, સૂણી કે સડી જાશે રે;

કાઢો વેલ્ય મ કરજો કાંય, ઘણું રાખ્યે ગંધ થાશે રે... ૩

કેડે કરવી નહિ તેની કાણ, ખરખરો ખોટો ખોળી રે;

કહે નિષ્કુળાનંદ સુજાણ, કહ્યું મેં તપાસી તોળી રે... ૪

Evā jan jīvtā jarūr muā chhe mānī lejo re

1-1073: Sadguru Nishkulanand Swami

Category: Chosath Padi

Pad 42

Evā jan jīvtā jarūr, muā chhe mānī lejo re;

 Dekhī durgandhne rahejo dūr, ābhaḍchheṭ e to chhe jo re... 1

Kāḍhyā vinā nahi sūjhe kām, sūtak e shīd rākho re;

 Bāḷī jāḷī tāḷo enu ṭhām, vānī vahete jaḷe nākho re... 2

Ghaṇu rākhtā e gharmāy, suṇī ke saḍī jāshe re;

 Kāḍho velya ma karjo kāy , ghaṇu rākhye gandh thāshe re... 3

Keḍe karvī nahi tenī kāṇ, kharkharo khoṭo khoḷī re;

 Kahe Nishkuḷānand sujāṇ, kahyu me tapāsī toḷī re... 4

loading