કીર્તન મુક્તાવલી

આવી અરથની જે વાત કોય નર ઉતારે અંગમાં રે

૧-૧૦૬૩: સદ્‍ગુરુ નિષ્કુળાનંદ સ્વામી

Category: ચોસઠપદી

પદ - ૩૨

આવી અરથની જે વાત, કોય નર ઉતારે અંગમાં રે;

ત્યારે સુખી થાય સાક્ષાત, પછી સમજી ર’ સત્સંગમાં રે... ૧

થઈ ગરીબ ને ગર્જવાન, શિષ્ય થઈ રહે સર્વનો રે;

મેલી મમતા ને માન, ત્યાગ કરે તન ગર્વનો રે... ૨

ખોળી ખોટ ન રાખે કાંઈ, ભલી ભક્તિ ભજાવવા રે;

એક રહે અંતરમાંઈ તાન, પ્રભુને રીઝાવવા રે... ૩

એવા ઉપર શ્રી ઘનશ્યામ, સદા સર્વદા રાજી રહે છે રે;

સરે નિષ્કુળાનંદ કામ, એમ સર્વે સંત કહે છે રે... ૪

Āvī arathnī je vāt koy nar utāre angmā re

1-1063: Sadguru Nishkulanand Swami

Category: Chosath Padi

Pad 32

Āvī arathnī je vāt, koy nar utāre angmā re;

 Tyāre sukhī thāy sākshāt, pachhī samjī rahe satsangmā re... 1

Thaī garīb ne garjvān, shishya thaī rahe sarvano re;

 Melī mamtā ne mān, tyāg kare tan garvno re... 2

Khoḷī khoṭ na rākhe kāī, bhalī bhakti bhajāvvā re;

 Ek rahe antarmāī, tān Prabhune rījhāvvā re... 3

Evā upar Shrī Ghanshyām, sadā sarvadā rājī rahe chhe re;

 Sare Nishkuḷānand kām, em sarve sant kahe chhe re... 4

loading