કીર્તન મુક્તાવલી

ઓરા આવો છેલ તમારું છોગલું જોઉં રે

૧-૧૦૬: સદ્‍ગુરુ પ્રેમાનંદ સ્વામી

Category: પ્રભાતિયાં

પદ - ૩

ઓરા આવો છેલ તમારું છોગલું જોઉં રે,

છોગલું જોઉં રે છેલા મારા મનમાં પ્રોઉં રે... ꠶ટેક

છોગલું તારું અટક્યું મારા ઉરમાં આવી રે,

મોહન તારી મૂરતિ મારા મનમાં ભાવી રે... ઓરા꠶ ૧

મુખતણે મરકલડે મુને ઘેલડી કીધી રે,

સામું જોઈ તમે શામળા શુધ બુધ લીધી રે... ઓરા꠶ ૨

શુધ ભૂલી શરીરની દિલ ક્યાંઈ ન ગોઠે રે,

મનડું વીંધ્યું માહેરું નેણાની ચોટે રે... ઓરા꠶ ૩

એટલું તો હવે કરજો માણીગર માવા રે,

પ્રેમાનંદનાં નેણમાં રહો આવા ને આવા રે... ઓરા꠶ ૪

Orā āvo chhel tamāru chhogalu jou re

1-106: Sadguru Premanand Swami

Category: Prabhatiya

Pad - 3

Orā āvo chhel tamāru chhogalu jou re,

 Chhogalu jou re chhelā mārā manmā prou re...

Chhogalu tāru aṭakyu mārā urmā āvī re,

 Mohan tārī mūrti mārā manmā bhāvī re... orā 1

Mukhtaṇe markalḍe mune ghelḍī kīdhī re,

 Sāmu joī tame Shāmaḷā shudh budh līdhī re... orā 2

Shudh bhulī sharīrnī dil kyāī na goṭhe re,

 Manḍu vīndhyu māheru neṇānī choṭe re... orā 3

Eṭlu to have karjo māṇīgar māvā re,

 Premānandnā neṇmā raho āvā ne āvā re... orā 4

loading