કીર્તન મુક્તાવલી

શુકજીએ નથી સંઘર્યું રે ધાતુ વળી ધન

૧-૧૦૫૦: સદ્‍ગુરુ નિષ્કુળાનંદ સ્વામી

Category: ચોસઠપદી

પદ - ૧૯

શુકજીએ નથી સંઘર્યું રે, ધાતુ વળી ધન;

નાણું નારદે ભેળું ન કર્યું રે, કહે છે કોયે દન... ૧

જડભરતે ન જોડાવિયું રે, ગાડું ગાડી વેલ;

કદરજનું વ્યાસે કા’વિયું રે, ખરી ક્ષમાનો ખેલ... ૨

સનકાદિકે સુખ કારણે રે, ઘોડું ન રાખ્યું ઘેર;

આ તો બાંધ્યાં બીજાને બારણે રે, કરવા કાળો કેર... ૩

મેલી ઊભી અસલ રીતને રે, નકલ લીધી નેક;

તે તો ચોંટી ગઈ ચિત્તને રે, છોડી ન છૂટે છેક... ૪

કોઈ કહે એની કોરનું રે, તે શું બંધાયે વેર;

કહે નિષ્કુળાનંદ નોરનું રે, મું પર રાખજો મે’ર... ૫

Shukjie nathī sangharyu re dhātu vaḷī dhan

1-1050: Sadguru Nishkulanand Swami

Category: Chosath Padi

Pad 19

Shukjie nathī sangharyu re, dhātu vaḷī dhan;

 Nāṇu Nāraḍe bheḷu na karyu re, kahe chhe koye dan... 1

Jaḍbharte na joḍāviyu re, gāḍu gāḍī vel;

 Kadrajnu Vyāse kā’viyu re, kharī kshamāno khel... 2

Sanakādike sukh kārṇe re, ghoḍu na rākhyu gher;

 Ā to bāndhyā bījāne bārṇe re, karvā kāḷo ker... 3

Melī ūbhī asal rītne re, nakal līdhī nek;

 Te to chontī gaī chittne re, chhoḍī na chhuṭe chhek... 4

Koī kahe enī kornu re, te shu bandhāye ver;

 Kahe Nishkuḷānand nornu re, mu par rākhjo me’r... 5

loading