કીર્તન મુક્તાવલી

શોભાસાગર શ્યામ તમારી મૂરતિ પ્યારી રે

૧-૧૦૪: સદ્‍ગુરુ પ્રેમાનંદ સ્વામી

Category: પ્રભાતિયાં

પદ - ૧

શોભાસાગર શ્યામ તમારી મૂરતિ પ્યારી રે;

મૂરતિ પ્યારી રે નાખું મારા પ્રાણ વારી રે...꠶ટેક

સુંદરતા જોઈ મુખની શશી સૂર લજાઈ રે;

મુખ દેખાડી નવ શક્યા વસ્યા ગગન જાઈ રે... શોભા꠶ ૧

માન હર્યું મણિધરનું શિખા કેશ કાળે રે;

અવનિ ઉપર રહી ન શક્યા ગયા પાતાળે રે... શોભા꠶ ૨

ચંચળ લોચન જોઈને લજ્જા પામ્યાં તીન રે;

ખંજન કુરંગ વન વસ્યાં જળે બૂડ્યાં મીન રે... શોભા꠶ ૩

ચાલ ચતુરાઈ જોઈને ગજ કરે ધિક્કાર રે;

પ્રેમાનંદ કહે શિર નાખે ધૂળ વારમવાર રે... શોભા꠶ ૪

Shobhāsāgar Shyām tamārī mūrti pyārī re

1-104: Sadguru Premanand Swami

Category: Prabhatiya

Pad - 1

Shobhāsāgar Shyām tamārī mūrti pyārī re;

 Mūrti pyārī re nākhu mārā prāṇ vārī re...

Sundartā joī mukhnī shashī sur lajāī re;

 Mukh dekhādi nav shakyā vasyā gagan jāī re... shobhā 1

Mān haryu maṇidharnu shikhā kesh kāḷe re;

 Avnī upar rahī na shakyā gayā pāṭāḷe re... shobhā 2

Chanchaḷ lochan joīne lajjā pāmyā tīn re;

Khanjan kurang van vasyā jaḷe buḍyā mīn re... shobhā 3

Chāl chaturāī joīne gaj kare dhikkār re;

 Premānand kahe shir nākhe dhuḷ vāramvār re... shobhā 4

loading