કીર્તન મુક્તાવલી

વા’લમ વધામણાં હો આજે સ્વામીને હર્ષે વધાવીએ

૧-૧૦૩૦: દેવેન્દ્ર પટેલ

Category: પ્રમુખસ્વામી મહારાજનાં પદો

વા’લમ વધામણાં હો આજે, સ્વામીને હર્ષે વધાવીએ

આનંદ વધામણાં હો આજે, સ્વામીને હર્ષે વધાવીએ... ꠶ટેક

વનવનનાં ફૂલડાંના રંગ રંગના હારથી,

ગંગા ને યમુનાની શત શત હો ધારથી,

 અનંતના પૂજનથી હો... સ્વામીને ꠶ ૧

લાખ લાખ તારલાના ઝગમગતા હીરથી,

લાખ લાખ ચાંદલાના ટમટમતા દીપથી,

 અનંતની આરતીથી હો... સ્વામીને ꠶ ૨

ભવ ભવના સગપણની છલકંતી પ્રીતથી,

મનડાના મોરલાના ગહેકંતા ગીતથી,

 અનંતના સંગીતથી હો... સ્વામીને ꠶ ૩

સેવા ને સેવામાં તરવરતા તનથી,

ગુણલા ગાવામાં આજ મલકંતા મનથી,

 અનંતના અર્પણથી હો... સ્વામીને ꠶ ૪

Vā’lam vadhāmṇā ho āje

1-1030: Devendra Patel

Category: Pramukh Swami Maharajna Pad

Vā’lam vadhāmṇā ho āje, Swāmīne harshe vadhāvīe,

 Ānand vadhāmṇā ho āje, Swāmīne harshe vadhāvīe...

Van van na fūlḍā nā rang rang nā hārthī,

Gangā ne Yamunānī shat shat ho dhārthī,

 Anantnā pūjanthī ho... Swāmīne 1

Lākh lākh tārlānā jhagmagtā hīrthī,

Lākh lākh chāndalānā ṭamṭamtā dīpthī,

 Anantnī ārtīthī ho... Swāmīne 2

Bhav bhavnā sagpaṇnī chhalkaṇtī prītthī,

Manḍānā morlānā gahekantā gītthī,

 Anantnā sangītthī ho... Swāmīne 3

Sevā ne sevāmā tarvartā tanthī,

Guṇlā gāvāmā āj malkantā manthī,

 Anantnā arpaṇthī ho... Swāmīne 4

loading