કીર્તન મુક્તાવલી

સૌના રે પ્રાણ પ્રમુખસ્વામી મહારાજ

૧-૧૦૨૭: સાધુ અક્ષરજીવનદાસ

Category: પ્રમુખસ્વામી મહારાજનાં પદો

સૌના રે પ્રાણ પ્રમુખસ્વામી મહારાજ,

તમે આવો, પધારો અમ મંદિરીએ આજ... ꠶ટેક

અમે હરણાંની દોટ તમે વાંસળી મધુર,

અમે તારલા ટચૂક તમે તેજે ભરપૂર;

 અમ આંખોની કીકી પર હીંચો હે રાજ... તમે꠶ ૧

અમે ઝરણાનું ગીત તમે સાગર સંગીત,

અમે પંખીની પ્રીત તમે આભ છો અમિત;

 અમ પાંખોમાં અમૃતને સીંચો હે રાજ... તમે꠶ ૨

અમે ઝાકળનાં બુંદ તમે અમરતની ધાર,

અમે તરણાની કુંજ તમે પરિમલ ભંડાર;

 અમ પુષ્પોમાં સૌરભને મૂકો હે રાજ... તમે꠶ ૩

અમે જંગલનો દાગ, તમે મધુવન વસંત,

અમે દુનિયાનો રાગ, તમે શ્રીજીમય સંત;

 અમ અંતરના તિમિરને હરજો હે રાજ... તમે꠶ ૪

અમે ભટકંતા જીવ ભવસાગરની વાટ,

તમે નાવિક ઉતારજો ‘અક્ષર’ને ઘાટ;

 અમ આતમને બ્રહ્મરૂપ કરજો હે રાજ... તમે꠶ ૫

Saunā re prāṇ Pramukh Swāmī Mahārāj

1-1027: Sadhu Aksharjivandas

Category: Pramukh Swami Maharajna Pad

Saunā re prāṇ Pramukh Swāmī Mahārāj,

 Tame āvo, padhāro am mandirie āj...

Ame harṇānī doṭ tame vānsaḷī madhur,

Ame tārlā ṭachuk tame teje bharpūr;

 Am ānkhonī kīkī par hīcho he rāj... tame 1

Ame jharnānu gīt tame sāgar sangīt,

Ame pankhīnī prīt tame ābh chho amit;

 Am pānkhomā amrutne sīncho he rāj... tame 2

Ame jhākaḷnā bund tame amratnī dhār,

Ame tarṇānī kunj tame parimal bhanḍār;

 Am pushpomā saurbhne mūko he rāj... tame 3

Ame jangalno dāg, tame madhuvan vasant,

Ame duniyāno rāg, tame Shrījīmay sant;

 Am antarnā timirne harjo he rāj... tame 4

Ame bhaṭkantā jīva bhavsāgarnī vāṭ,

Tame nāvik utārjo ‘Akshar’ne ghāṭ;

 Am ātamne brahmarūp karjo he rāj... tame 5

loading