કીર્તન મુક્તાવલી

આપ રીઝો એમ રાજી હું તો આપ રીઝો એમ રાજી

૧-૧૦૨૧: સાધુ યોગેન્દ્રદાસ

Category: પ્રમુખસ્વામી મહારાજનાં પદો

રાગ: ભૂપાલી

આપ રીઝો એમ રાજી, હું તો આપ રીઝો એમ રાજી,

આપ વચનમાં વહેતું જીવન માંડું ભવની બાજી,

 હું તો આપ રીઝો એમ રાજી... ꠶ટેક

પ્રમુખસ્વામી તમ હાથે દોરી, કઠપૂતળી જાઉં નાચી,

અલટપલટ જે ચાહે કરજો, નહીં થાઉં ઉદાસી,

આપ જ દેખું, આંખો મેં તો આપ નજરમાં આંજી... હું તો꠶ ૧

આપ ઈશારે મનને મરડું, આપ કહો તે સાચી,

જે કંઈ હો તે આપ જ મારા, આપ શરણમાં રાચી,

નહીં દાદ ફરિયાદ નહીં ને નહીં કોઈ મારા કાજી... હું તો꠶ ૨

Āp rījho em rājī hu to āp rījho em rājī

1-1021: Sadhu Yogendradas

Category: Pramukh Swami Maharajna Pad

Raag(s): Bhoopãli

Āp rījho em rājī, hu to āp rījho em rājī,

Āp vachanmā vahetu jīvan mānḍu bhavnī bājī,

 Hu to āp rījho em rājī...

Pramukh Swāmī tam hāthe dorī, kathpūtḷī jāu nāchī,

Alaṭpalaṭ je chāhe karjo, nahi thāu udāsī,

 Āp ja dekhu, ānkho me to āp najarmā ānjī... hu to 1

Āp īshāre man ne marḍu, āp kaho te sāchī,

Je kaī ho te āp ja mārā, āp sharaṇmā rāchī,

 Nahī dād fariyād nahi ne nahi koī mārā kājī... hu to 2

loading