કીર્તન મુક્તાવલી

તારી ઊતરેલી પાઘ મને આપ મારા સ્વામી

૧-૧૦૧૬: હરિન્દ્રભાઈ દવે

Category: પ્રમુખસ્વામી મહારાજનાં પદો

રાગ: ચારુકેશી

તારી ઊતરેલી પાઘ, મને આપ મારા સ્વામી,

 મને ભગવા તે રંગ તણા ઓરતા;

મારા મૃગજળના ભાગ્યથી છોડાવ મારા સ્વામી,

 મને ભગવા તે રંગ તણા ઓરતા... ꠶ટેક

કહે તો હું વીજનો ઝબકાર થાય એટલામાં,

 છોડી દઉં દોર ને દમામ,

વેણ તારું રાખવા હું રાજપંથ છોડીને,

 કાંટાળી કેડી ચહું આમ,

થાળી લઈ રામ પાતર આપ મારા સ્વામી,

 મને ભગવા તે રંગ તણા ઓરતા... ૧

ફૂલ ફૂલ ભમતી આ આંખોને એકવાર,

 ઓળખાવ તારું પારિજાત,

ઠેર ઠેર ભમતાં આ ચરણોને ક્યાંક જઈ,

 પહોંચવાનું ઠેકાણું આપ,

ભવના જાળાને હવે તોડ મારા સ્વામી,

 મને ભગવા તે રંગ તણા ઓરતા... ૨

Tārī ūtrelī pāgh mane āp mārā Swāmī

1-1016: Harindra Dave

Category: Pramukh Swami Maharajna Pad

Raag(s): Chãrukeshi

Tārī utrelī pāgh, mane āp mārā Swāmī,

 Mane bhagvā te rang taṇā ortā;

Mārā mrugjaḷnā bhāgyathī chhoḍāv mārā Swāmi,

 Mane bhagvā te rang taṇā ortā...

Kahe to hu vījno jhabkār thāy eṭlāmā,

 Chhoḍī dau dor ne damām

Veṇ tāru rākhvā hu rājpanth chhoḍīne,

 Kānṭāḷī kedī chahu ām,

Thāḷī laī rām pātar āp mārā Swāmī,

 Mane bhagvā te rang taṇā ortā... 1

Fūl fūl bhamti ā ānkhone ekvār,

 Oḷkhāv tāru pārijāt,

Ṭher ṭher bhamtā ā charaṇone kyāk jaī,

 Pahochvānu ṭhekāṇu āp,

Bhavnā jāḷāne have toḍ mārā Swāmī,

 Mane bhagvā te rang taṇā ortā... 2

loading