કીર્તન મુક્તાવલી

હતું જીવન કર્યું અર્પણ તમારા એક ઇશારા પર

૧-૧૦૧૪: સાધુ પ્રિયદર્શનદાસ

Category: પ્રમુખસ્વામી મહારાજનાં પદો

હતું જીવન કર્યું અર્પણ, તમારા એક ઇશારા પર;

ઘડો કે ના ઘડો એ તો, બધું છોડ્યું તમારા પર... ꠶ટેક

નથી સહેલા બદલવા આ જીવનના રંગ બેરંગો;

નથી ફિકર હવે છોડ્યું બદલવું તમ સહારા પર... ૧

મિલનની એ પળો પહેલાં, હતી પતઝડ જીવનમાં;

હવે લાગ્યું બહાર આવી, તમારા ટહુકારા પર... ૨

સમયના વહેણમાં અહીં તહીં, વહી જાતી જીવન નૌકા;

મળી દિશા હવે હાંકી, તમારા કિનારા પર... ૩

થયાં ‘દર્શન’ મળ્યું જીવન, હજી સુધી મળ્યું નો’તું;

વિતાવી’તી ક્ષણો લાંબી, વિરહના ઓવારા પર... ૪

Hatu jīvan karyu arpaṇ tamārā ek ishārā par

1-1014: Sadhu Priyadarshandas

Category: Pramukh Swami Maharajna Pad

Hatu jīvan karyu arpaṇ, tamārā ek ishārā par;

 Ghaḍo ke nā ghaḍo e to, badhu chhoḍyu tamārā par...

Nathī sahelā badalvā ā jīvannā rang berango;

 Nathī fikar have chhoḍyu badalvu tam sahārā par... 1

Milannī e paḷo pahelā, hatī patjhad jīvanmā;

 Have lāgyu bahār āvī, tamārā ṭahukārā par... 2

Samaynā vahenmā ahī tahī, vahī jāti jīvan naukā;

 Maḷī dishā have hānkī, tamārā kinārā par... 3

Thayā ‘Darshan’ maḷyu jīvan, hajī suḍhī maḷyu no’tu;

 Vitāvī’tī kshāno lāmbī, virahnā vārā par... 4

loading