કીર્તન મુક્તાવલી

શ્રીજી પ્રગટ છે રે સદા સતસંગમાં

૧-૧૦૦૮: સાધુ યજ્ઞેશ્વરદાસ

Category: પ્રમુખસ્વામી મહારાજનાં પદો

સાખી

સહજાનંદ અલબેલડા, આવ્યા અમારે દ્વાર;

પ્રમુખ સ્વરૂપે અવતર્યા, અઢળક ઢળ્યા છો આજ.

શ્રીજી પ્રગટ છે રે સદા સતસંગમાં,

 સંત સ્વરૂપે ઓળખાણા રે, નારાયણ સ્વરૂપમાં... ꠶ ૧

કરી મને યોગીજીએ સાન, ટાળ્યું મારા અંતરનું અજ્ઞાન,

 જીવન જડાણું રે વા’લાની વાતમાં... ꠶ ૨

ઊઘડ્યાં અંતરનાં દ્વાર, હું તો થયો ભવજળથી પાર;

 ચિત્ત હવે ચોંટ્યું રે, પ્રગટ સ્વરૂપમાં... ꠶ ૩

ચઢી મને ખરી ખુમારી આજ, મૂકી મેં તો લોકડિયાની લાજ;

 રંગ મને લાગ્યો રે, નારાયણ નામનો... ꠶ ૪

સાચું કહે છે હરિનો દાસ, ધરી અંતરમાં હુલ્લાસ;

 હવે નિઃશંક થયો રે, નારાયણ સ્વરૂપમાં... ꠶ ૫

Shrījī pragaṭ chhe re sadā satsangmā

1-1008: Sadhu Yagneshwardas

Category: Pramukh Swami Maharajna Pad

Sākhī

Sahajānand albeldā, āvyā amāre dvār;

Pramukh swarūpe avtaryā, adhalak dhalyā chho āj.

Shrījī pragaṭ chhe re, sadā satsangmā,

 Sant swarūpe oḷkhāṇā re, Nārāyaṇswarūpmā... 1

Karī mane Yogījīe sān, tāḷyu mārā antarnu agnān;

 Jīvan jaḍāṇu re vā’lānī vātmā... 2

Ughaḍyā antarnā dvār, hu to thayo bhavjaḷthī pār;

 Chitt have chonṭyu re, pragaṭ swarūpmā... 3

Chadhī mane kharī khumārī āj, mūkī me to lokḍiyānī lāj;

 Rang mane lāgyo re, Nārāyaṇ nāmno... 4

Sāchu kahe chhe Harino dās, dharī antarmā hullās;

 Have nishank thayo re, Nārāyaṇ swarūpmā... 5

loading