કીર્તન મુક્તાવલી

પ્રમુખસ્વામીના ગુણલા આજે હોંશે હોંશે ગાવજો

૧-૧૦૦૬: દેવેન્દ્ર પટેલ

Category: પ્રમુખસ્વામી મહારાજનાં પદો

પ્રમુખસ્વામીના ગુણલા આજે, હોંશે હોંશે ગાવજો;

જયનાદોથી ધરા ગગનને, હોંશે હોંશે ગજાવજો... ꠶ટેક

અંતરના તિમિરને ટાળે, કુકર્મોને બાળે,

જગત કેરા રસને શોષે, ભક્તિરસને પોષે,

પ્રમુખસ્વામીનો સૂર્ય પ્રકાશે હોંશે હોંશે વધાવજો... ૧

ઘરોઘરને પાવન કરતી, પર ઉપકારે સરતી,

જન જનનાં હૈયાંમાં વહેતી, ત્યાં નિરંતર રહેતી,

પ્રમુખસ્વામીની હેતલ ગંગા હોંશે હોંશે માણજો... ૨

રણરેતીમાં ગુલાબ મ્હોરે, સદાને માટે ફોરે,

નેણે વરસે વેણે વરસે, અંતર તલને સ્પર્શે,

પ્રમુખસ્વામીની અમીવૃષ્ટિમાં હોંશે હોંશે નહાવજો... ૩

આનંદકારી મંગલકારી, સર્વેને સુખકારી,

સ્નેહ સમર્પણની છે જ્યોતિ, વિસ્તારે છે શાંતિ,

પ્રમુખસ્વામીના બ્રહ્મયજ્ઞમાં હોંશે હોંશે જોડાવજો... ૪

Pramukh Swāmīnā guṇlā āje honshe honshe gāvjo

1-1006: Devendra Patel

Category: Pramukh Swami Maharajna Pad

Pramukh Swāmīnā guṇlā āje honshe honshe gāvjo;

 Jaynādothī dharā gagan ne, honshe honshe gajāvjo...

Antarnā timirne ṭāḷe, kukarmone bāḷe,

Jagat kerā rasne shoshe, bhaktirasne poshe,

 Pramukh Swāmīno sūrya prakāshe honshe honshe vadhāvjo 1

Gharogharne pāvan kartī, par upkāre sartī,

Jan janna haiyāmā vahetī, tyā nirantar rahetī,

 Pramukh Swāmīnī hetal Gangā honshe honshe māṇjo 2

Raṇretīmā gulāb mhore, sadāne maṭe fore,

Neṇe varse veṇe varse, antar talne sparshe,

 Pramukh Swāmīnī amīvrushtimā honshe honshe nahāvjo 3

Ānandkārī mangaḷkārī, sarvene sukhkārī,

Sneh samarpaṇnī chhe jyoti, vistāre chhe shānti,

 Pramukh Swāmīnā brahmayagnamā honshe honshe joḍāvjo 4

loading