યમદંડ
ગ્રંથ મહિમા
સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનના આજ્ઞાથી જ શ્રીહરિએ નિષ્કુળાનંદ સ્વામીને ગરુડપુરાણ મુજબ ‘યમદંડ’ ગ્રંથ રચવાની આજ્ઞા કરી હતી.
આ હેતુને ધ્યાનમાં રાખી સ્વામીએ આ ગ્રંથમાં ગર્ભવાસ, વૃદ્ધાવસ્થા અને મૃત્યુ પછીનાં અસહ્ય દુઃખો તથા તેના કારણભૂત પાપકર્મનું મૂર્તિમંત વર્ણન કર્યું છે. તેને વાંચી-સાંભળી અનેક જીવો અધર્મનો ત્યાગ કરી સાચા ભક્ત થયા છે. એટલું જ નહિ પણ આજ સુધીમાં અનેક આત્માઓ સંસાર છોડી સંત બની ગયા છે.
નિષ્કુળાનંદ સ્વામીએ આ ગ્રંથમાં યમપુરીના દારુણ દુઃખથી બચવા માટે કુસંગનો ત્યાગ કરી સાચા સંતનો સમાગમ કરવાની ભલામણ કરી છે. તથા પ્રગટ પ્રભુ કાં પ્રભુને પામેલ સંત થકી જ આત્યંતિક મોક્ષની પ્રાપ્તિ બતાવી છે.
જેને પ્રગટ હરિ તથા તેના મળેલ સાચા સંત મળી જાય તેને જીવનમાં કેવો કેફ તથા આનંદ હોય છે તેની પ્રતીતિ માટે આ ગ્રંથનું છેલ્લું ઘોળ રાગનું પદ ખાસ વાંચવા-વિચારવા જેવું છે. નિષ્કુળાનંદ સ્વામીએ માનો સ્વાનુભૂતિરૂપી શાહીથી જ આ પદ આલેખ્યું હોય તેમ જણાય છે.
આ ગ્રંથમાં ૧૦૪ કડવાં અને ૨૬ પદ છે.