વચન વિધિ

કડવું – ૪૨

એમ બેમર્યાદી થઈ બગડેલીજી, ભક્તિ ન કરવી મર્યાદા મેલીજી

એ તો પરઠણ1 કરી છે જો પે’લીજી, ન કરવું કામ કોઈ નિયમને ઠેલીજી

ઠેલી નિયમને કામ ન કરવું, મર હોય લાભ જો લાખનો ॥

તોય લલચાવિયે નહિ લેશ મનને, જાણિયે મવાળો કાખનો ॥૨॥

વારે વારે આવી વારતા, માનજો સહુને મળતી નથી ॥

તે સ્વપ્ન સરખા સુખ સારુ, હારવી નહિ કહું હાથથી ॥૩॥

શરીર કપાય મર સઘળું, થાય ટુકટુક મર તન ॥

પણ ન દેવું કપાવા નાકને, તેની રાખવી ઝાઝી જતન ॥૪॥

જેમ શૂરવીરને સંગ્રામ માંહી, લાગે ઘટમાં ઘાવ કંઈ ॥

પણ ભાગતાં વાગે પૂઠે ભલકું, જાણો એ જેવું બીજું ભૂંડું નઈ ॥૫॥

એમ ભક્ત થયો ભગવાનનો, પણ રહ્યો તે દેહનો જ દાસ ॥

કુળ લજાવ્યું છે કેસરીએ,2 જે ખાવા લાગ્યો મુખે ઘાસ ॥૬॥

ઘરની ગોલીનો3 ગોલો થયો, રહ્યો હાથ જોડીને હજુર ॥

રાત દિવસ રાજી રાખવા, અતિ આખેપ4 રાખે છે ઉર ॥૭॥

એવો ભક્ત ભગવાનને, કહો રાજી કરી કેમ શકે ॥

નિષ્કુળાનંદ કે’ નાદાર નર, ચડ્યો શરીરના સુખને ધકે ॥૮॥

કડવું 🏠 home