વચન વિધિ

કડવું – ૧૭

વિમુખનું મુખ અતિ દુઃખદેણજી, નજરોનજર ન જુઓ એનાં નેણજી

કાને કરી કેદી ન સુણો એનું કે’ણજી, વદને ન વદો1 વિમુખશું વેણજી

વદને ન વદવું વિમુખશું, તેમ સ્પર્શવું નહિ પંડ્યે કરી ॥

સર્વે પ્રકારે સમજી, પાપીને મૂકવા પરહરી ॥૨॥

કોઈ રીતે કુપાત્રનો, ગુણ ગરી જાય જો ઘટમાં ॥

તો પાર પોત2 પામતાં, તરી ભાંગ્યું જાણો જઈ તટમાં ॥૩॥

પય સાકર સુંદર ત્યાં લગી, જ્યાં લગી ન ભળી લાળ ભોયંગની3

તેમ હરિજન સારો ત્યાં લગી, જ્યાં લગી નથી સોબત કુસંગની ॥૪॥

શોભનિક શરીર ત્યાં લગી, જ્યાં લગી નથી કોઢ કપાળમાં ॥

તેમ સંત શિરોમણિ ત્યાં લગી, જ્યાં લગી ના’વ્યો વિમુખની જાળમાં ॥૫॥

વાવ્યો મોલ4 સારો ત્યાં લગી, જ્યાં લગી નથી ખવાણો ખડજમાં5

તેમ ભક્તની ભલાઈ ત્યાં લગી, જ્યાં લગી ના’વ્યો વિમુખની વડજમાં6 ॥૬॥

તેમ મુકતની મોટપ ત્યાં લગી, જ્યાં લગી નથી પંચવિષયનો પ્રસંગ ॥

દેહ ઇન્દ્રય મન પ્રાણથી, અતિ રહે છે અસંગ ॥૭॥

જેવા વિમુખ છે બા’રના, તેવા7 વિમુખ છે ઉરમાંય ॥

નિષ્કુળાનંદ કહે ન કરિયે, એનો વિશ્વાસ કાંય ॥૮॥

કડવું 🏠 home