સ્નેહગીતા

પદ ૫

રાગ: આશાવરી

પ્રાણ મ રે’જો પ્રીતમ વિના,

   વળી પિયુ વિયોગે પે’લા જાજો રે ।

મગન થઈને હું માગુ છું મનમાં,

   એવું બાઈ મારે થાજો રે... પ્રાણ꠶ ॥૧॥

સખી રે મણિ નિગમતાં1 મણિધર જીવે,

   તેને તે સુખ સખી કિયું રે ।

ધન હારી2 નિર્ધન નર રે’તાં રે,

   તેને સુખ રતી ક્યાં રહ્યું રે... પ્રાણ꠶ ॥૨॥

સખી રે જત3 ગયા પછી જતી મરે જો,

   સત ગયા પછી સતી રે ।

પત4 ગયા પછી કોય મરે જો,

   નગર ગયા પછી નગરપતિ રે... પ્રાણ꠶ ॥૩॥

સખી રે ફળ રહિત રંભા5 જે કોયે રહે,

   તે તો અર્થ શે આવે રે ।

નિષ્કુળાનંદના નાથ વિયોગે,

   માગ્યું મોત ક્યારે ન આવે રે... પ્રાણ꠶ ॥૪॥ પદ ॥૫॥

કડવું 🏠 home