સ્નેહગીતા

પદ ૨

રાગ: મારુ (‘દુઃખી દિવસ ને રાત, શ્રીજી વિના દુઃખી’ એ ઢાળ)

સ્નેહને રે સમાન, ના’વે કોઈ સ્નેહને રે સમાન ।

રાગી1 ત્યાગી ને તપસ્વી રે, વળી ધરે વન જઈ ધ્યાન... ના’વે ॥૧॥

જોગ જગન બહુ જજતાં2 રે, તજતાં તેનું મને માન ।

તજી ઘરવાસ ઉદાસ ફરે કોય, કરે તીરથ વ્રતદાન... ના’વે ॥૨॥

માળા તિલક ધરે ફરે ફક્ત, નખ શિખા વધારી નિદાન ।

કરે અટન3 રટન નિરંતર, વળી કરે ગંગાજળ પાન... ના’વે ॥૩॥

સ્નેહ નહિ જેને નાથશું રે, શું થયું કરતાં રે જ્ઞાન ।

નિષ્કુળાનંદ સ્નેહી જનને, વશ સદા ભગવાન... ના’વે ॥૪॥ પદ ॥૨॥

કડવું 🏠 home