પુરુષોત્તમ પ્રકાશ

પ્રકારઃ ૭

 

 

દોહા

વળતાં મુનિ બોલિયા, શું શું ધરાવિએ વ્રતમાન ।

કયી પેર્યે ભજન કરાવીએ, કયી પેર્યે ધરાવીએ ધ્યાન ॥૧॥

કેવિ રીતે અમે વરતીએ, કેવો રાખીએ વળી વેષ ।

કેવી રીતે વાત કરીએ, કેવો આપીએ ઉપદેશ ॥૨॥

જગમાં જે જિજ્ઞાસુ જન, નર નારી હશે અપાર ।

કે’શું નરને કલ્યાણનું, નહિ કહિએ નારીને નિરધાર ॥૩॥

મુક્ત ને માનિની1 મળી, વળી કરે પરસ્પર વાત ।

દર્શ સ્પર્શ દારા2 હાસ્યથી, થાય નરને જ્ઞાનની ઘાત ॥૪॥

ચોપાઈ

માટે નર આગે નિરધાર રે, કે’શું વાત કરી અતિ પ્યાર રે ।

પુરુષ પ્રમોદશું3 બહુ પેર રે, ફરી દેશો દેશ ગ્રામ શહેર રે ॥૫॥

રૂડો રહસ્ય પુરુષને કે’શું રે, દારા સંગ થકી દૂર રે’શું રે ।

આજ મોર્યની અમે સાંભળી રે, ખાધી મોટે મોટે ખોટ વળી રે ॥૬॥

બ્રહ્મા ભૂલ્યા તનયાતન4 જોઈ રે, તેણે ખરી લાજ વળી ખોઈ રે ।

શિવ મોહિની જોઈ મન મોહ્યું રે, તેણે જોગકળા બળ ખોયું રે ॥૭॥

ઈંદ્ર અહલ્યા રૂપ નિહાળી રે, થયો ભ્રષ્ટ હતો ભાગ્યશાળી રે ।

જોઈ મોહિની રૂપને અસુર રે, નેણે વેણે થયા ચકચૂર રે ॥૮॥

પરાશર ઋષિ તપોધન5 રે, મોહ્યા મત્સ્યગંધા જોઈ મન રે ।

એકલશ્રૃંગી વસે વનમાંઈ રે, જેને ભામિની6 ભાન ન કાંઈ રે ॥૯॥

દેખી સુંદરીને દિલે ડૂલ્યા રે, જેણે જ્ઞાન ધ્યાન નિ’મ ભૂલ્યા રે ।

ઋષિ સૌભરી સફરી7 સંગ રે, જોઈ તર્ત વ્રત કર્યું ભંગ રે ॥૧૦॥

નારદ પર્વતે નીરખી સુંદરી રે, ઇચ્છા બેઉએ વરવા કરી રે ।

દેવગુરુ ભૂલ્યા દિશ પોતે રે, નિજ અનુજવધૂ રૂપ જોતે રે ॥૧૧॥

યયાતિ સુંદરી સુખ આશ રે, માગ્યું જોબન પુત્રને પાસ રે ।

આગ્નિધ્ર ને દીર્ઘતમા જેવા રે, એહ આદિ બીજા કંઈ એવા રે ॥૧૨॥

નર અમર નારીને સંગે રે, કોય રહ્યા નહિ શુદ્ધ અંગે રે ।

જોગી જતિ તપસી સંન્યાસી રે, વનવાસી નિરાશી ઊદાસી રે ॥૧૩॥

ડાહ્યા શાણા ચતુર સુજાણ રે, કવિ કોવિદ8 નારીના વેચાણ રે ।

ભટ પંડિત પ્રવીણ પુરાણી રે, જેની સુધા સમાન છે વાણી રે ॥૧૪॥

હોય જશ જગતમાં જેનો રે, નારી ન મળી ત્યાં લગી તેનો રે

ઋષીશ્વર મુનીશ્વર મને રે, ડરી વનિતાથી વસે વને રે ॥૧૫॥

જાણે એનો સંગ છે એવો રે, ભારે હેડ્યબેડી9 બન્ધ જેવો રે ।

માટે એથી ઉગારી લેજો રે, બીજું કેવું ઘટે તે સુખે કે’જો રે ॥૧૬॥

નથી એવું કઠણ કાંઈ કામ રે, તમે કો’ને ન થાય ઘનશ્યામ રે ।

જે જે કહો તે તે અમે કરીયે રે, સર્વે વચન શીશ પર ધરિયે રે ॥૧૭॥

તન મનના સુખને ત્યાગી રે, રે’શું વચનમાં અનુરાગી રે ।

જેહ અર્થે મોકલ્યા છે આંઈ રે, તેમાં કસર ન રાખીએ કાંઈ રે ॥૧૮॥

પણ અરજી કરી તમને અમે રે, દિલ ધારજો દીનબંધુ તમે રે ।

અમે કહ્યો તે અમારો આશે રે, મારા પ્રાણપતિ તમ પાસે રે ॥૧૯॥

એમ બોલ્યા મુનિ સહુ મળી રે, લીધું સર્વે પ્રભુએ સાંભળી રે ।

પછી હસી બોલ્યા અવિનાશ રે, ધન્ય નિરમોહી મારા દાસ રે ॥૨૦॥

 

ઇતિ શ્રી સહજાનંદ સ્વામી ચરણકમલ સેવક નિષ્કુળાનંદ મુનિ વિરચિતે પુરુષોત્તમપ્રકાશ મધ્યે સપ્તમઃ પ્રકારઃ ॥૭॥

 

 

નિરૂપણ

અહિંસા હેતુથી પુણ્યાર્પણ

હમણાં મંગળ પ્રવચનમાં ‘પુરુષોત્તમ પ્રકાશ’ ગ્રંથનું વાચન થતું અને સ્વામીશ્રી નિરૂપતા. તા. ૨૦મીએ (20-1-1966) સવારે પ્રકારઃ ૭ નિરૂપતાં સ્વામીશ્રી કહે:

“જૂનાગઢમાં (ગુણાતીતાનંદ) સ્વામી બધા સાધુને આ સાતમો પ્રકાર અને નવમો પ્રકાર મોઢે કરાવતા.

“મહારાજ કહે છે કે શાસ્ત્રમાં હોય કે ન હોય, પણ હું તો સંતોને વર્તવાની રીત લખી દઉં. ‘ઈસ પારન કી પાર’ એવી અલૌકિક રીત કાઢું. કબાટ-પેટીમાં ધન રાખવું નહીં. બોટાદના મહેતા ઓધવજી વકીલ કહેતા, સંતો કહે કે અમે ત્યાગી. મહારાજે અગિયાર લૂગડાં રાખવાની આજ્ઞા કરી છે. અમે બે કૌપીન નથી રાખતા. તે વિશેષ ત્યાગી છીએ. નવ લૂગડાં જ રાખીએ છીએ!

‘ધર્મામૃતનું એક પ્રકરણ અને નિષ્કામ શુદ્ધિ સંતોએ દર એકાદશીએ વાંચવાં.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ - ભાગ ૪/૩૮૧]

Purushottam Prakash

Prakar - 7

Dohā

Valatā muni boliyā, shu shu dharāvie vratamāna.

Kayi perye bhajana karāvie, kayi perye dharāvie dhyāna... 1

Thereafter the munis spoke, “What sort of religious vows should we speak of to others? How should we ask others to enage in devotion? How should we show them meditation?” ... 1

Kevi rite ame varatie, kevo rākhie vari vesha.

Kevi rite vāta karie, kevo āpie upadesha... 2

“How should we act? What sort of clothes should we wear? What should we talk? In what way should we preach and advise others?” ... 2

Jagamā je jignāsu jana, nara nāri hashe apāra.

Ke’shu narane kalyānanu, nahi kahie nārine niradhāra... 3

“There must be countless aspirant people in this world. We will only talk to males about achieving liberation, but we will not speak to females”.... 3

Mukta ne mānini mali, vali kare paraspara vāta.

Darsha sparsha dārā hāsyathi, thāya narane gnānani ghāta... 4

“If a mukta comes into association with a female and they talk to each other, then by looking, touching, and laughing together, his knowledge is destroyed.”... 4

Chopāi

Māte nara āge niradhāra re, ke’shu vāta kari ati pyāra re.

Purusha pramodashu bahu pera re, fari desho desha grāma shahera re... 5

“To males only, we will lovingly speak to them. We will instruct males about religion in many ways; we will go to regions far and wide and many villages”.... 5

Rudo rahasya purushane ke’shu re, dārā sanga thaki dura re’shu re.

Āja moryani ame sāmbhali re, khādhi mote mote khota vali re... 6

“We will tell males the elegant essence and will stay away from the contact of females. We have heard that many years ago that those who were prominent suffered huge losses (on the path of God).”... 6

Brahmā bhulyā tanayā tana joi re, tene khari lāja vali khoi re.

Shiva Mohini joi mana mohyunre, tene jogakalā bara khoyu re... 7

“Brahmā became infatuated with his daughter (Saraswati) after seeing her beauty. Consequently, he lost his reputation. Shiva’s mind became infatuation with the form of Mohini and the strength of his yoga disappeared.”... 7

Indra Ahalyā rupa nihāli re, thayo bhrashta hato bhāgyashāli re.

Joi Mohini rupane asura re, nene vene thayā chakachura re... 8

“Indra, though he was fortunate, saw Ahalya’s beauty and his reputation was blemished. The demons saw the form of Mohini and they were struck by lust.”... 8

Parāshara rushi tapodhana re, mohyā Matsyagandhā joi mana re.

Ekalashrungi vase vanamāi re, jene bhāmini bhāna na kāi re... 9

“Parashar Rishi had accumulated the abundant merits from austerities, but his mind became attracted to Matsyagandha (Satyavati). Ekalshrungi Rishi resided in the jungle, where he did not know the distinction between male and female.”... 9

Dekhi sundarine dile dulyā re, jene gnāna dhyāna ni’ma bhulyā re.

Rushi Saubhari shafari sanga re, joi tarta vrata karyu bhanga re... 10

“He (Ekalshrungi) saw a beautiful woman and his heart swayed by her beauty, and he set aside his

knowledge, meditation and morals. Saubhari Rishi saw fish mating and he immediately broke his vow of celibacy.”... 10

Nārada Parvate nirakhi sundari re, ichchhā beue varavā kari re.

Devaguru bhulyā disha pote re, nija anuja vadhu rupa jote re... 11

“Narad and Parvat both saw a beautiful woman and both developed a wish to marry. The guru of the devas also lost his sense of direction by seeing his younger brother’s wife.”... 11

Yayāti sundari sukha āsha re, māgyu jobana putrane pāsa re.

Āgnidhra ne Dirghatamā jevā re, eha ādi bijā kai evā re... 12

“King Yayati had desires of enjoying sensual pleasures (despite having enjoyed them till old age) and he asked his younger son to give his youth to him. The likes of Āgnidhra, Dirghatama, and other profound individuals just like them were also affected.”... 12

Nara amara nārine sange re, koya rahyā nahi shuddha ange re.

Jogi jati tapasi sannyāsi re, vanavāsi nirāshi udāsi re... 13

“Because of female association, no one has been able to maintain purity. Humans and deities, rishis or ascetics, those who renounced to the forest… all of them experience being unfulfilled and are miserable.”... 13

Dāhyā shānā chatura sujāna re, kavi kovida nārinā vechāna re.

Bhata pandita pravina purāni re, jeni sudhā samāna chhe vāni re... 14

“Those who were good, quite, intelligent… the poets and the wise alike… they have all fallen to females. Warriors, pandits, skillful, and the puranis… those whose words as sweet as nectar (they have all fallen to a female).”... 14

Hoya jasha jagatamā jeno re, nāri na mali tyā lagi teno re.

Rushishvara munishvara mane re, dari vanitāthi vase vane re... 15

“Those who are honored in the world were only honored prior to coming into contact of a woman. The mind of great sages and yogis remain fearful of females, and so they reside in the forest.”... 15

Jāne eno sanga chhe evo re, bhāre hedyabedi bandha jevo re.

Māte ethi ugāri lejo re, biju kevu ghate te sukhe ke’jo re... 16

“They understand the association of a woman as thus; it is like being bound by handcuffs. Therefore, save us from this downfall and happily tell us of anything else that is necessary.”... 16

Nathi evu kathana kāi kāma re, tame ko’ne na thāya Ghanshyama re.

Je je kaho te te ame kariye re, sarve vachana shisha para dhariye re... 17

“There is no task that is difficult. What is there that you tell us and we cannot do? We will do whatever you tell us to do. We will carry all your commands on our heads (we will abide by them).”... 17

Tana mananā sukhane tyāgi re, re’shu vachanamā anurāgi re.

Jeha arthe mokalyā chhe āi re, temā kasara na rākhie kāi re... 18

“We will abandon physical and mental happiness to remain bound to your words. We will not falter for the reason that you have sent us here.”... 18

Pana araji kari tamane ame re, dila dhārajo dinabandhu tame re.

Ame kahyo te amāro āshe re, mārā prānapati tama pāse re... 19

“But we kindly pray to you to take this into your heart! What we have said in front of you,Oh Lord, is our whish.”... 19

Ema bolyā muni sahu mali re, lidhu sarve prabhuhe sāmbhali re.

Pachhi hasi bolyā avināsha re, dhanya niramohi mārā dāsa re... 20

In this way, all the munis spoke in unison and Shri Hari listened to it all. The Lord then laughed and said, “Bravo to my devotees who are free of infatuation (to worldly pleasures).”... 20

 

Iti Shri Sahajānanda Swami charana-kamala sevaka Nishkulananda Muni virachite Purushottama-Prakāsha madhye saptamah prakārah... 7

પ્રકારઃ
Auto Play & Advance Audio
🏠 home પ્રકાશ સાર પ્રકારઃ ૧ ♬ પ્રકારઃ ૨ ♬ પ્રકારઃ ૩ ♬ પ્રકારઃ ૪ ♬ પ્રકારઃ ૫ ♬ પ્રકારઃ ૬ ♬ પ્રકારઃ ૭ ♬ ★ પ્રકારઃ ૮ ♬ પ્રકારઃ ૯ ♬ પ્રકારઃ ૧૦ ♬ પ્રકારઃ ૧૧ ♬ પ્રકારઃ ૧૨ ♬ પ્રકારઃ ૧૩ ♬ પ્રકારઃ ૧૪ ♬ પ્રકારઃ ૧૫ ♬ ★ પ્રકારઃ ૧૬ ♬ પ્રકારઃ ૧૭ ♬ પ્રકારઃ ૧૮ ♬ પ્રકારઃ ૧૯ ♬ પ્રકારઃ ૨૦ ♬ પ્રકારઃ ૨૧ ♬ પ્રકારઃ ૨૨ ♬ પ્રકારઃ ૨૩ ♬ ★ પ્રકારઃ ૨૪ ♬ પ્રકારઃ ૨૫ ♬ ★ પ્રકારઃ ૨૬ ♬ પ્રકારઃ ૨૭ ♬ ★ પ્રકારઃ ૨૮ ♬ પ્રકારઃ ૨૯ ♬ પ્રકારઃ ૩૦ ♬ પ્રકારઃ ૩૧ ♬ પ્રકારઃ ૩૨ ♬ ★ પ્રકારઃ ૩૩ ♬ પ્રકારઃ ૩૪ ♬ પ્રકારઃ ૩૫ ♬ પ્રકારઃ ૩૬ ♬ પ્રકારઃ ૩૭ ♬ પ્રકારઃ ૩૮ ♬ પ્રકારઃ ૩૯ ♬ પ્રકારઃ ૪૦ ♬ પ્રકારઃ ૪૧ ♬ ★ પ્રકારઃ ૪૨ ♬ ★ પ્રકારઃ ૪૩ ♬ પ્રકારઃ ૪૪ ♬ પ્રકારઃ ૪પ ♬ પ્રકારઃ ૪૬ ♬ પ્રકારઃ ૪૭ ♬ પ્રકારઃ ૪૮ ♬ પ્રકારઃ ૪૯ ♬ પ્રકારઃ ૫૦ ♬ ★ પ્રકારઃ ૫૧ ♬ પ્રકારઃ ૫૨ ♬ ★ પ્રકારઃ ૫૩ ♬ પ્રકારઃ ૫૪ ♬ પ્રકારઃ ૫૫ ♬