ધીરજાખ્યાન

કડવું – ૪૦

જેને ઉપાય કરવો હોય એહજી, તેને થાવું સહુથી નિઃસનેહજી

જેમ વરત્યા જનક જેહજી, કરતાં રાજય કે’વાણા વિદેહજી1

વિદેહ કહેવાણા તે સાંભળી, ત્યાં આવ્યા નવ ઋષિરાય2

ઊઠ્યા જનક ભેટ્યા સહુને,3 ઘણે હેતે ઘાલી હૈયામાંય ॥૨॥

પછી મળ્યા એક એકને, તેની પૂછી ઋષિયે વાત ॥

અમે ન સમજ્યા આ મર્મને, તમે સમઝાવો સાક્ષાત ॥૩॥

ત્યારે જનક કહે આ દેહનો, નથી પળ એકનો વિશ્વાસ ॥

મળાય કેમ આ મુનિને, જ્યારે થઈ જાય તન નાશ ॥૪॥

એમ કહીને પૂજા કરી, ભાવે કરાવ્યાં ભોજન ॥

પછી બેઠા સભા કરીને, પૂછ્યાં રૂડાં પ્રશન ॥૫॥

ત્યાં મિથિલાપુરી પરજળી,4 ધાયાં સહુ સહુને ઘેર લોક ॥

જનક કહે મારું નથી જળતું,5 શાને કરું હું મને શોક ॥૬॥

રાજ સાજ સુખ સંપત્તિ, વળી દેહ ગેહ દારા દામ ॥

એહ કોણ કેનાં કોણ આપણે, કોઈ કેને ન આવે કામ ॥૭॥

અણ સમઝણે આપણું, સહુ માની રહ્યા મનમાંય ॥

જુવે વિચારી જીવમાં, તો નથી આપણું કાંય ॥૮॥

એમ રાજ્યમાં રહી રાગ તજ્યો, એ છે લક્ષ6 લેવા જેવો ઘણો ॥

તુચ્છ પદાર્થ સારુ તણાવું, એવો જોઈએ નહિ મત આપણો ॥૯॥

ખાવા ખટરસ7 નરેશ સુતને, તોય ડોડાં દેખી ડગે દલ ॥

નિષ્કુળાનંદ એ કંગાલ છે, નથી આવ્યો રાજાનો અમલ8 ॥૧૦॥

કડવું 🏠 home
કડવું ૧ ★ કડવું ૨ કડવું ૩ કડવું ૪ પદ ૧: ભક્ત થાવું રે ભગવાનનું... ★ કડવું ૫: પ્રહ્‌લાદનું આખ્યાન કડવું ૬: પ્રહ્‌લાદનું આખ્યાન કડવું ૭: પ્રહ્‌લાદનું આખ્યાન કડવું ૮: પ્રહ્‌લાદનું આખ્યાન પદ ૨ કડવું ૯: પ્રહ્‌લાદનું આખ્યાન કડવું ૧૦: પ્રહ્‌લાદનું આખ્યાન કડવું ૧૧: પ્રહ્‌લાદનું આખ્યાન કડવું ૧૨: પ્રહ્‌લાદનું આખ્યાન પદ ૩: ભક્ત સાચા ભગવાનના... કડવું ૧૩: ધ્રુવનું આખ્યાન કડવું ૧૪: ધ્રુવનું આખ્યાન કડવું ૧૫: ધ્રુવનું આખ્યાન કડવું ૧૬: ધ્રુવનું આખ્યાન પદ ૪ કડવું ૧૭: ધ્રુવનું આખ્યાન કડવું ૧૮: હરિશ્ચંદ્રનું આખ્યાન★ કડવું ૧૯: હરિશ્ચંદ્રનું આખ્યાન★ કડવું ૨૦: હરિશ્ચંદ્રનું આખ્યાન★ પદ ૫: સત્યવાદી સંત સંકટને સહે... કડવું ૨૧: હરિશ્ચંદ્રનું આખ્યાન★ કડવું ૨૨: હરિશ્ચંદ્રનું આખ્યાન★ કડવું ૨૩: હરિશ્ચંદ્રનું આખ્યાન★ કડવું ૨૪: હરિશ્ચંદ્રનું આખ્યાન★ પદ ૬ કડવું ૨૫: હરિશ્ચંદ્રનું આખ્યાન★ કડવું ૨૬ કડવું ૨૭: રંતિદેવનું આખ્યાન★ કડવું ૨૮: રંતિદેવનું આખ્યાન★ પદ ૭: કઠણ કસોટી મોટી મહારાજની... કડવું ૨૯: મયૂરધ્વજનું આખ્યાન ★ કડવું ૩૦: મયૂરધ્વજનું આખ્યાન ★ કડવું ૩૧: મયૂરધ્વજનું આખ્યાન ★ કડવું ૩૨: મયૂરધ્વજનું આખ્યાન ★ પદ ૮ ★ કડવું ૩૩: મયૂરધ્વજનું આખ્યાન ★ કડવું ૩૪: ઋભુરાયનું આખ્યાન કડવું ૩૫: ઋભુરાયનું આખ્યાન કડવું ૩૬: ઋભુરાયનું આખ્યાન પદ ૯: દોયલું થાવું હરિદાસ રે સંતો... કડવું ૩૭: શિબિ રાજાનું આખ્યાન ★ કડવું ૩૮: શિબિ રાજાનું આખ્યાન ★ કડવું ૩૯ કડવું ૪૦: જનક રાજાનું આખ્યાન પદ ૧૦: શીદને રહિયે રે કંગાલ રે સંતો... કડવું ૪૧: નળ રાજાનું આખ્યાન કડવું ૪૨: નળ રાજાનું આખ્યાન કડવું ૪૩: નળ રાજાનું આખ્યાન કડવું ૪૪: નળ રાજાનું આખ્યાન પદ ૧૧: કરિયે રાજી ઘનશ્યામ રે સંતો... કડવું ૪૫: અંબરીષ રાજાનું આખ્યાન કડવું ૪૬: વિભીષણનું આખ્યાન કડવું ૪૭: સુધનવાનું આખ્યાન કડવું ૪૮ પદ ૧૨: ધીરજ સમ નહિ ધન રે સંતો... કડવું ૪૯: જડભરતનું આખ્યાન કડવું ૫૦: જડભરતનું આખ્યાન કડવું ૫૧: શુકદેવનું આખ્યાન કડવું ૫૨: નારદમુનિનું આખ્યાન પદ ૧૩: સાચા સંતે અત્યંત રાજી... કડવું ૫૩: સનકાદિકનું આખ્યાન કડવું ૫૪: જાજળી ઋષિનું આખ્યાન કડવું ૫૫: અરુણી/ઉપમન્યુ આખ્યાન કડવું ૫૬ પદ ૧૪: સાચા ભક્તની રીત સર્વે... કડવું ૫૭: મુદ્‌ગલ ઋષિનું આખ્યાન કડવું ૫૮ કડવું ૫૯: જયદેવનું આખ્યાન★ કડવું ૬૦: જયદેવનું આખ્યાન★ પદ ૧૫: ક્ષમાવંત સંત અત્યંત સુખ... કડવું ૬૧ કડવું ૬૨ કડવું ૬૩ કડવું ૬૪ પદ ૧૬: ધન્ય ધન્ય ધન્ય કહું સાચા સંતને... પદ ૧૭: આજ આનંદ મારા ઉરમાં...