ધીરજાખ્યાન

કડવું – ૧૪

દૃઢ વિચાર એમ કરી ધ્રુવે મનજી, વેગેશું ચાલિયા વળતા વનજી

મારગમાં મળ્યા નારદ મુનિ જનજી, તેણે કહ્યાં બહુ હેતનાં વચનજી

વચન કહ્યાં બહુ હેતનાં, વળી આપ્યો મંત્ર અનુપ ॥

પછી અચળ તપને આદર્યું, જપે મંત્ર એ સુખ સ્વરૂપ ॥૨॥

પાંચ વરષના એક પગે, ઊભા અચળ અડગ થઈ ॥

બહુ બલાઉં1 આવે બિવરાવવા, તેના બિવરાવ્યા બીવે નહિ ॥૩॥

શ્યાળ2 વ્યાળ3 કરી કેશરી,4 વાઘ વાનર વૃક5 વીજુ6 વળી ॥

ભૂત પ્રેત રાક્ષસ રાક્ષસી, વૈતાલ7 વૈતાલી મળી ॥૪॥

હોહોકાર હુંકાર કરે, કરે કાનમાં ક્રૂર ઉચાર ॥

મારોમારો ખાઓખાઓ કહે, પણ ન ડરે ધ્રુવજી લગાર ॥૫॥

અન્ન જળ તજી આરંભ્યું, કઠણ તપ જે કહેવાય ॥

તજી લાલચ્ય તનની, આદર્યો એહ ઉપાય ॥૬॥

ખરી ટેક ખટ8 માસ સુધી, ઊભા રહ્યા એક પગે ॥

અસુર સુર આશ્ચર્ય પામ્યા, દેખી તપ ધ્રુવજીનું દૃગે ॥૭॥

પ્રભુ મળ્યા સારુ પરહર્યું, સરવે શરીરનું સુખ ॥

રાજી કરવા રમાપતિ, અતિ દિયે છે દેહને દુઃખ ॥૮॥

મેલી મમત9 હિંમત કરી, પરહરી ખોટાં10 સુખની આશ ॥

આકરું તપ આદર્યું, જોઈ પામ્યાં જન મન ત્રાસ ॥૯॥

ધરણી લાગી ધ્રૂજવા, ડગવા લાગ્યા દિગ્પાળ11

નિષ્કુળાનંદ નાની વયમાં, દીઠા બહુ બળવાળા બાળ ॥૧૦॥

કડવું 🏠 home
કડવું ૧ ★ કડવું ૨ કડવું ૩ કડવું ૪ પદ ૧: ભક્ત થાવું રે ભગવાનનું... ★ કડવું ૫: પ્રહ્‌લાદનું આખ્યાન કડવું ૬: પ્રહ્‌લાદનું આખ્યાન કડવું ૭: પ્રહ્‌લાદનું આખ્યાન કડવું ૮: પ્રહ્‌લાદનું આખ્યાન પદ ૨ કડવું ૯: પ્રહ્‌લાદનું આખ્યાન કડવું ૧૦: પ્રહ્‌લાદનું આખ્યાન કડવું ૧૧: પ્રહ્‌લાદનું આખ્યાન કડવું ૧૨: પ્રહ્‌લાદનું આખ્યાન પદ ૩: ભક્ત સાચા ભગવાનના... કડવું ૧૩: ધ્રુવનું આખ્યાન કડવું ૧૪: ધ્રુવનું આખ્યાન કડવું ૧૫: ધ્રુવનું આખ્યાન કડવું ૧૬: ધ્રુવનું આખ્યાન પદ ૪ કડવું ૧૭: ધ્રુવનું આખ્યાન કડવું ૧૮: હરિશ્ચંદ્રનું આખ્યાન★ કડવું ૧૯: હરિશ્ચંદ્રનું આખ્યાન★ કડવું ૨૦: હરિશ્ચંદ્રનું આખ્યાન★ પદ ૫: સત્યવાદી સંત સંકટને સહે... કડવું ૨૧: હરિશ્ચંદ્રનું આખ્યાન★ કડવું ૨૨: હરિશ્ચંદ્રનું આખ્યાન★ કડવું ૨૩: હરિશ્ચંદ્રનું આખ્યાન★ કડવું ૨૪: હરિશ્ચંદ્રનું આખ્યાન★ પદ ૬ કડવું ૨૫: હરિશ્ચંદ્રનું આખ્યાન★ કડવું ૨૬ કડવું ૨૭: રંતિદેવનું આખ્યાન★ કડવું ૨૮: રંતિદેવનું આખ્યાન★ પદ ૭: કઠણ કસોટી મોટી મહારાજની... કડવું ૨૯: મયૂરધ્વજનું આખ્યાન ★ કડવું ૩૦: મયૂરધ્વજનું આખ્યાન ★ કડવું ૩૧: મયૂરધ્વજનું આખ્યાન ★ કડવું ૩૨: મયૂરધ્વજનું આખ્યાન ★ પદ ૮ ★ કડવું ૩૩: મયૂરધ્વજનું આખ્યાન ★ કડવું ૩૪: ઋભુરાયનું આખ્યાન કડવું ૩૫: ઋભુરાયનું આખ્યાન કડવું ૩૬: ઋભુરાયનું આખ્યાન પદ ૯: દોયલું થાવું હરિદાસ રે સંતો... કડવું ૩૭: શિબિ રાજાનું આખ્યાન ★ કડવું ૩૮: શિબિ રાજાનું આખ્યાન ★ કડવું ૩૯ કડવું ૪૦: જનક રાજાનું આખ્યાન પદ ૧૦: શીદને રહિયે રે કંગાલ રે સંતો... કડવું ૪૧: નળ રાજાનું આખ્યાન કડવું ૪૨: નળ રાજાનું આખ્યાન કડવું ૪૩: નળ રાજાનું આખ્યાન કડવું ૪૪: નળ રાજાનું આખ્યાન પદ ૧૧: કરિયે રાજી ઘનશ્યામ રે સંતો... કડવું ૪૫: અંબરીષ રાજાનું આખ્યાન કડવું ૪૬: વિભીષણનું આખ્યાન કડવું ૪૭: સુધનવાનું આખ્યાન કડવું ૪૮ પદ ૧૨: ધીરજ સમ નહિ ધન રે સંતો... કડવું ૪૯: જડભરતનું આખ્યાન કડવું ૫૦: જડભરતનું આખ્યાન કડવું ૫૧: શુકદેવનું આખ્યાન કડવું ૫૨: નારદમુનિનું આખ્યાન પદ ૧૩: સાચા સંતે અત્યંત રાજી... કડવું ૫૩: સનકાદિકનું આખ્યાન કડવું ૫૪: જાજળી ઋષિનું આખ્યાન કડવું ૫૫: અરુણી/ઉપમન્યુ આખ્યાન કડવું ૫૬ પદ ૧૪: સાચા ભક્તની રીત સર્વે... કડવું ૫૭: મુદ્‌ગલ ઋષિનું આખ્યાન કડવું ૫૮ કડવું ૫૯: જયદેવનું આખ્યાન★ કડવું ૬૦: જયદેવનું આખ્યાન★ પદ ૧૫: ક્ષમાવંત સંત અત્યંત સુખ... કડવું ૬૧ કડવું ૬૨ કડવું ૬૩ કડવું ૬૪ પદ ૧૬: ધન્ય ધન્ય ધન્ય કહું સાચા સંતને... પદ ૧૭: આજ આનંદ મારા ઉરમાં...