ધીરજાખ્યાન

કડવું – ૫૦

એમ કહી દેવી ગઈ છે સમાયજી, નથી હર્ષ શોક જડભરતને કાંયજી

તેહ સમે રાજા આવ્યો એક ત્યાંયજી, નામ રહુગણ1 બેસી શિબિકાયજી2

શિબિકાનો વુઢારથી3 વાટમાં, પડ્યો માંદો આવી તેની ખોટ ॥

ઝાલી જડભરત જોડિયા, લીધા તે ઘડી દડીદોટ ॥૨॥

જડભરત જાળવે જીવજંતુ, કીડી મકોડી ન કચરાય ॥

દિયે તલપ4 તે દેખીને, તે થડક રાયે ન ખમાય ॥૩॥

ત્યારે ભૂપ કહે છે ભોઈને, આવી કરો છો અવળાઈ કેમ ॥

ત્યારે ભોઈ કહે ભૂપાળને, આ નવો કરે છે એમ ॥૪॥

ત્યારે નવા પ્રત્યે કહે નરપતિ, અતિ વસમા લાવી વચન ॥

ત્યારે જડભરત બોલિયા, સુણ્ય વચન કહું રાજન ॥૫॥

અવળાઈ જે મારા અંગની, તે કહું હું સર્વે તુજને ॥

તેં જે જે કહ્યું તારી જીભથી, તેનું નથી દુઃખ કાંઈ મુજને ॥૬॥

તેં કહ્યું જોઈ આ તનને, તેહ નથી આત્મામાં એક ॥

દેહદર્શી તો એમ જ દેખે, જેને નથી અંતરે વિવેક ॥૭॥

ત્યારે પૂછ્યું રાયે પિછાન5 પડી, લાગ્યા પાય પ્રણિપત6 કરી ॥

ક્ષમા કરજો અપરાધ મારા, એમ કહ્યું અતિ કરગરી ॥૮॥

એના જેવું થાય આપણે, ત્યારે પડે પૂરી પિછાન ॥

ખરા ખોટાની ખબર ખરી, નક્કી જણાયે નિદાન ॥૯॥

ભાદે7 વડ ભીંડો તડોવડ્ય8 છે, સામુ વડથી વધે છે વશેક ॥

નિષ્કુળાનંદ નમૂલિયાની,9 અંતે ટકે નહિ ટેક ॥૧૦॥

કડવું 🏠 home
કડવું ૧ ★ કડવું ૨ કડવું ૩ કડવું ૪ પદ ૧: ભક્ત થાવું રે ભગવાનનું... ★ કડવું ૫: પ્રહ્‌લાદનું આખ્યાન કડવું ૬: પ્રહ્‌લાદનું આખ્યાન કડવું ૭: પ્રહ્‌લાદનું આખ્યાન કડવું ૮: પ્રહ્‌લાદનું આખ્યાન પદ ૨ કડવું ૯: પ્રહ્‌લાદનું આખ્યાન કડવું ૧૦: પ્રહ્‌લાદનું આખ્યાન કડવું ૧૧: પ્રહ્‌લાદનું આખ્યાન કડવું ૧૨: પ્રહ્‌લાદનું આખ્યાન પદ ૩: ભક્ત સાચા ભગવાનના... કડવું ૧૩: ધ્રુવનું આખ્યાન કડવું ૧૪: ધ્રુવનું આખ્યાન કડવું ૧૫: ધ્રુવનું આખ્યાન કડવું ૧૬: ધ્રુવનું આખ્યાન પદ ૪ કડવું ૧૭: ધ્રુવનું આખ્યાન કડવું ૧૮: હરિશ્ચંદ્રનું આખ્યાન★ કડવું ૧૯: હરિશ્ચંદ્રનું આખ્યાન★ કડવું ૨૦: હરિશ્ચંદ્રનું આખ્યાન★ પદ ૫: સત્યવાદી સંત સંકટને સહે... કડવું ૨૧: હરિશ્ચંદ્રનું આખ્યાન★ કડવું ૨૨: હરિશ્ચંદ્રનું આખ્યાન★ કડવું ૨૩: હરિશ્ચંદ્રનું આખ્યાન★ કડવું ૨૪: હરિશ્ચંદ્રનું આખ્યાન★ પદ ૬ કડવું ૨૫: હરિશ્ચંદ્રનું આખ્યાન★ કડવું ૨૬ કડવું ૨૭: રંતિદેવનું આખ્યાન★ કડવું ૨૮: રંતિદેવનું આખ્યાન★ પદ ૭: કઠણ કસોટી મોટી મહારાજની... કડવું ૨૯: મયૂરધ્વજનું આખ્યાન ★ કડવું ૩૦: મયૂરધ્વજનું આખ્યાન ★ કડવું ૩૧: મયૂરધ્વજનું આખ્યાન ★ કડવું ૩૨: મયૂરધ્વજનું આખ્યાન ★ પદ ૮ ★ કડવું ૩૩: મયૂરધ્વજનું આખ્યાન ★ કડવું ૩૪: ઋભુરાયનું આખ્યાન કડવું ૩૫: ઋભુરાયનું આખ્યાન કડવું ૩૬: ઋભુરાયનું આખ્યાન પદ ૯: દોયલું થાવું હરિદાસ રે સંતો... કડવું ૩૭: શિબિ રાજાનું આખ્યાન ★ કડવું ૩૮: શિબિ રાજાનું આખ્યાન ★ કડવું ૩૯ કડવું ૪૦: જનક રાજાનું આખ્યાન પદ ૧૦: શીદને રહિયે રે કંગાલ રે સંતો... કડવું ૪૧: નળ રાજાનું આખ્યાન કડવું ૪૨: નળ રાજાનું આખ્યાન કડવું ૪૩: નળ રાજાનું આખ્યાન કડવું ૪૪: નળ રાજાનું આખ્યાન પદ ૧૧: કરિયે રાજી ઘનશ્યામ રે સંતો... કડવું ૪૫: અંબરીષ રાજાનું આખ્યાન કડવું ૪૬: વિભીષણનું આખ્યાન કડવું ૪૭: સુધનવાનું આખ્યાન કડવું ૪૮ પદ ૧૨: ધીરજ સમ નહિ ધન રે સંતો... કડવું ૪૯: જડભરતનું આખ્યાન કડવું ૫૦: જડભરતનું આખ્યાન કડવું ૫૧: શુકદેવનું આખ્યાન કડવું ૫૨: નારદમુનિનું આખ્યાન પદ ૧૩: સાચા સંતે અત્યંત રાજી... કડવું ૫૩: સનકાદિકનું આખ્યાન કડવું ૫૪: જાજળી ઋષિનું આખ્યાન કડવું ૫૫: અરુણી/ઉપમન્યુ આખ્યાન કડવું ૫૬ પદ ૧૪: સાચા ભક્તની રીત સર્વે... કડવું ૫૭: મુદ્‌ગલ ઋષિનું આખ્યાન કડવું ૫૮ કડવું ૫૯: જયદેવનું આખ્યાન★ કડવું ૬૦: જયદેવનું આખ્યાન★ પદ ૧૫: ક્ષમાવંત સંત અત્યંત સુખ... કડવું ૬૧ કડવું ૬૨ કડવું ૬૩ કડવું ૬૪ પદ ૧૬: ધન્ય ધન્ય ધન્ય કહું સાચા સંતને... પદ ૧૭: આજ આનંદ મારા ઉરમાં...