ધીરજાખ્યાન

કડવું – ૪૮

એહ આદિ ભક્ત થયા બહુ ભૂપજી, સાચા સત્યવાદી અનઘ અનુપજી

પરપીડા હરવા શુદ્ધ સુખરૂપજી, કરી હરિ રાજી તરી ગયા ભવકૂપજી

ભવ કૂપરૂપ તે તર્યા, આગળે ભક્ત અનેક ॥

ધન્ય ધન્ય એની ભક્તિ, ધન્ય ધન્ય એહની ટેક ॥૨॥

એવી ટેક જોઈએ આપણી, કરવા પ્રભુને પ્રસન્ન ॥

જ્યાં સુધી ન રીઝે શ્રીહરિ, ત્યાં સુધી કરવી જતન ॥૩॥

જેમ ધુવે કોઈ લૂગડું, પણ માંય રહી જાય મેલ ॥

ત્યાં સુધી ન જાણવું, એહ વસ્ત્રને ધોયેલ ॥૪॥

જેમ બેસે કોઈ જા’જમાં,1 હોય ઊંડા અર્ણવમાંય2

ત્યાં સુધી સુખ ભૂમિનું, શીદ માનીને મલકાય ॥૫॥

કર્યા કેશરિયાં3 શૂરા સરખાં, પણ લીધી નથી લડાઈ ॥

ત્યાં સુધી તે વેષની, કેમ વખાણાય વડાઈ ॥૬॥

શૂરા દેખી દૃગે શત્રુને, કરે દૃગે કરી ઘણું ઘાય4

હરિજનને અરિ5 ઝીણા અતિ, કરે તે કોણ ઉપાય ॥૭॥

કામ ક્રોધ લોભ કહીએ, એ અતિશે ઝીણા અરિ ॥

આવતાં એને ઓળખીને, વળી ખબર તે રાખવી ખરી ॥૮॥

અખંડ આગ્રહ એહ ઉપરે, જેહ જેહ રાખે છે જન ॥

તેહ તેહ એ શત્રુ થકી, નર રહે નિરવિઘન ॥૯॥

ગાફલને ઘાયલ કરે, સાજું રહેવા ન દિયે શરીર ॥

નિષ્કુળાનંદ સચેત રહેવું, ધરી દૃઢતા અતિ ધીર ॥૧૦॥

કડવું 🏠 home
કડવું ૧ ★ કડવું ૨ કડવું ૩ કડવું ૪ પદ ૧: ભક્ત થાવું રે ભગવાનનું... ★ કડવું ૫: પ્રહ્‌લાદનું આખ્યાન કડવું ૬: પ્રહ્‌લાદનું આખ્યાન કડવું ૭: પ્રહ્‌લાદનું આખ્યાન કડવું ૮: પ્રહ્‌લાદનું આખ્યાન પદ ૨ કડવું ૯: પ્રહ્‌લાદનું આખ્યાન કડવું ૧૦: પ્રહ્‌લાદનું આખ્યાન કડવું ૧૧: પ્રહ્‌લાદનું આખ્યાન કડવું ૧૨: પ્રહ્‌લાદનું આખ્યાન પદ ૩: ભક્ત સાચા ભગવાનના... કડવું ૧૩: ધ્રુવનું આખ્યાન કડવું ૧૪: ધ્રુવનું આખ્યાન કડવું ૧૫: ધ્રુવનું આખ્યાન કડવું ૧૬: ધ્રુવનું આખ્યાન પદ ૪ કડવું ૧૭: ધ્રુવનું આખ્યાન કડવું ૧૮: હરિશ્ચંદ્રનું આખ્યાન★ કડવું ૧૯: હરિશ્ચંદ્રનું આખ્યાન★ કડવું ૨૦: હરિશ્ચંદ્રનું આખ્યાન★ પદ ૫: સત્યવાદી સંત સંકટને સહે... કડવું ૨૧: હરિશ્ચંદ્રનું આખ્યાન★ કડવું ૨૨: હરિશ્ચંદ્રનું આખ્યાન★ કડવું ૨૩: હરિશ્ચંદ્રનું આખ્યાન★ કડવું ૨૪: હરિશ્ચંદ્રનું આખ્યાન★ પદ ૬ કડવું ૨૫: હરિશ્ચંદ્રનું આખ્યાન★ કડવું ૨૬ કડવું ૨૭: રંતિદેવનું આખ્યાન★ કડવું ૨૮: રંતિદેવનું આખ્યાન★ પદ ૭: કઠણ કસોટી મોટી મહારાજની... કડવું ૨૯: મયૂરધ્વજનું આખ્યાન ★ કડવું ૩૦: મયૂરધ્વજનું આખ્યાન ★ કડવું ૩૧: મયૂરધ્વજનું આખ્યાન ★ કડવું ૩૨: મયૂરધ્વજનું આખ્યાન ★ પદ ૮ ★ કડવું ૩૩: મયૂરધ્વજનું આખ્યાન ★ કડવું ૩૪: ઋભુરાયનું આખ્યાન કડવું ૩૫: ઋભુરાયનું આખ્યાન કડવું ૩૬: ઋભુરાયનું આખ્યાન પદ ૯: દોયલું થાવું હરિદાસ રે સંતો... કડવું ૩૭: શિબિ રાજાનું આખ્યાન ★ કડવું ૩૮: શિબિ રાજાનું આખ્યાન ★ કડવું ૩૯ કડવું ૪૦: જનક રાજાનું આખ્યાન પદ ૧૦: શીદને રહિયે રે કંગાલ રે સંતો... કડવું ૪૧: નળ રાજાનું આખ્યાન કડવું ૪૨: નળ રાજાનું આખ્યાન કડવું ૪૩: નળ રાજાનું આખ્યાન કડવું ૪૪: નળ રાજાનું આખ્યાન પદ ૧૧: કરિયે રાજી ઘનશ્યામ રે સંતો... કડવું ૪૫: અંબરીષ રાજાનું આખ્યાન કડવું ૪૬: વિભીષણનું આખ્યાન કડવું ૪૭: સુધનવાનું આખ્યાન કડવું ૪૮ પદ ૧૨: ધીરજ સમ નહિ ધન રે સંતો... કડવું ૪૯: જડભરતનું આખ્યાન કડવું ૫૦: જડભરતનું આખ્યાન કડવું ૫૧: શુકદેવનું આખ્યાન કડવું ૫૨: નારદમુનિનું આખ્યાન પદ ૧૩: સાચા સંતે અત્યંત રાજી... કડવું ૫૩: સનકાદિકનું આખ્યાન કડવું ૫૪: જાજળી ઋષિનું આખ્યાન કડવું ૫૫: અરુણી/ઉપમન્યુ આખ્યાન કડવું ૫૬ પદ ૧૪: સાચા ભક્તની રીત સર્વે... કડવું ૫૭: મુદ્‌ગલ ઋષિનું આખ્યાન કડવું ૫૮ કડવું ૫૯: જયદેવનું આખ્યાન★ કડવું ૬૦: જયદેવનું આખ્યાન★ પદ ૧૫: ક્ષમાવંત સંત અત્યંત સુખ... કડવું ૬૧ કડવું ૬૨ કડવું ૬૩ કડવું ૬૪ પદ ૧૬: ધન્ય ધન્ય ધન્ય કહું સાચા સંતને... પદ ૧૭: આજ આનંદ મારા ઉરમાં...