ધીરજાખ્યાન

કડવું – ૨૯

વળી કહું વાત એક અનુપજી, ભક્ત એક રત્નપુરીનો ભૂપજી

નામ મયૂરધ્વજ સદાય સુખરૂપજી, કરે યજ્ઞ હોમે હવિષ્યાન્ન તૂપજી1

હોમે હવિષ્યાન્ન જગન કરે, ભલો ભક્ત સત્યવાદી સઈ ॥

ત્યાં શ્રીકૃષ્ણ અર્જુન આવિયા, વેષ વિપ્રનો લઈ ॥૨॥

કૃષ્ણ થયા કૃષ્ણ શર્મા, અર્જુન થયા તેના શિષ્ય ॥

યજ્ઞશાળામાં આવિયા, જ્યાં બેઠા હતા નરેશ ॥૩॥

ત્યારે રાય ઊઠી ઊભા થયા, કર્યો દંડવત પ્રણામ ॥

ભલે પધાર્યા પ્રભુ મારા, માગો કાંઈક મન અતિ અભિરામ2 ॥૪॥

ત્યારે બ્રાહ્મણ કહે ધન્યધન્ય રાજા, સત્યવાદી તું સાચો સહિ ॥

પણ મારે છે જે માગવું, તે તરત તને કે’વાય નહિ ॥૫॥

ત્યારે નરેશ કહે નિઃશંક થઈ, માગો મનવાંછિત શંકા તજી ॥

રાજ સાજ સુખ સંપત્તિ, માગો વસ્તુ જે મન રજી3 ॥૬॥

ત્યારે દ્વિજ કહે ધર્મપુરથી, હું પુત્ર પરણાવા ચાલિયો ॥

આવ્યા આ શહેરની સીમમાં, ત્યાં સુતને સિંહે ઝાલિયો ॥૭॥

એક જ પુત્ર ને એમ થયું, ગયું મારું કુળ સમૂળું સહિ ॥

બૂઢાપણમાં બાળક બીજો, આવવાની આશા નહિ ॥૮॥

હરખ હૈયે નવ રહ્યો, ગયો આનંદ સર્વે ઊચળી4

મારી ને મારા સુતની, વાઘ ન જાણે પીડા વળી ॥૯॥

ત્યારે મેં કહ્યું મેલ્ય પુત્ર મારો, એને સાટે ખાઈ જા મુજને ॥

ત્યારે વાઘ કહે નિષ્કુળાનંદનો, નાથ ભજ્ય કહું તુજને ॥૧૦॥

 

The Story of Mayurdhvaj - Part 1

Mayurdhvaj was the king of Ratnapuri. He was a noble king and performed many yagnas. He always remained true to his word.

Once, Krishna and Arjun arrived disguised as Brahmins. Krishna took the name Krishna Sharma and Arjun became his pupil. They arrived at the location where the king was performing a yagna.

The king stood to honor them and prostrated before them. He requested the Brahmins to ask for anything they need.

The Brahmin replied, “Oh fortunate king. You are truly true to your word. However, what I ask for cannot be spoken so easily.”

The king replied, “Do not hesitate to ask what your mind wants. Ask for a kingdom, wealth, anything...”

The Brahmin responded, “I left Dharmapur for my son’s marriage. When we arrived on the border of this city, a lion grabbed my son. I only had one son and now I have no hope of my lineage continuing. How can I have another son in my old age? I have no happiness in my heart. How would the lion know of the agony I experience. I told the lion to let go of my son and eat me instead…

કડવું 🏠 home
કડવું ૧ ★ કડવું ૨ કડવું ૩ કડવું ૪ પદ ૧: ભક્ત થાવું રે ભગવાનનું... ★ કડવું ૫: પ્રહ્‌લાદનું આખ્યાન કડવું ૬: પ્રહ્‌લાદનું આખ્યાન કડવું ૭: પ્રહ્‌લાદનું આખ્યાન કડવું ૮: પ્રહ્‌લાદનું આખ્યાન પદ ૨ કડવું ૯: પ્રહ્‌લાદનું આખ્યાન કડવું ૧૦: પ્રહ્‌લાદનું આખ્યાન કડવું ૧૧: પ્રહ્‌લાદનું આખ્યાન કડવું ૧૨: પ્રહ્‌લાદનું આખ્યાન પદ ૩: ભક્ત સાચા ભગવાનના... કડવું ૧૩: ધ્રુવનું આખ્યાન કડવું ૧૪: ધ્રુવનું આખ્યાન કડવું ૧૫: ધ્રુવનું આખ્યાન કડવું ૧૬: ધ્રુવનું આખ્યાન પદ ૪ કડવું ૧૭: ધ્રુવનું આખ્યાન કડવું ૧૮: હરિશ્ચંદ્રનું આખ્યાન★ કડવું ૧૯: હરિશ્ચંદ્રનું આખ્યાન★ કડવું ૨૦: હરિશ્ચંદ્રનું આખ્યાન★ પદ ૫: સત્યવાદી સંત સંકટને સહે... કડવું ૨૧: હરિશ્ચંદ્રનું આખ્યાન★ કડવું ૨૨: હરિશ્ચંદ્રનું આખ્યાન★ કડવું ૨૩: હરિશ્ચંદ્રનું આખ્યાન★ કડવું ૨૪: હરિશ્ચંદ્રનું આખ્યાન★ પદ ૬ કડવું ૨૫: હરિશ્ચંદ્રનું આખ્યાન★ કડવું ૨૬ કડવું ૨૭: રંતિદેવનું આખ્યાન★ કડવું ૨૮: રંતિદેવનું આખ્યાન★ પદ ૭: કઠણ કસોટી મોટી મહારાજની... કડવું ૨૯: મયૂરધ્વજનું આખ્યાન ★ કડવું ૩૦: મયૂરધ્વજનું આખ્યાન ★ કડવું ૩૧: મયૂરધ્વજનું આખ્યાન ★ કડવું ૩૨: મયૂરધ્વજનું આખ્યાન ★ પદ ૮ ★ કડવું ૩૩: મયૂરધ્વજનું આખ્યાન ★ કડવું ૩૪: ઋભુરાયનું આખ્યાન કડવું ૩૫: ઋભુરાયનું આખ્યાન કડવું ૩૬: ઋભુરાયનું આખ્યાન પદ ૯: દોયલું થાવું હરિદાસ રે સંતો... કડવું ૩૭: શિબિ રાજાનું આખ્યાન ★ કડવું ૩૮: શિબિ રાજાનું આખ્યાન ★ કડવું ૩૯ કડવું ૪૦: જનક રાજાનું આખ્યાન પદ ૧૦: શીદને રહિયે રે કંગાલ રે સંતો... કડવું ૪૧: નળ રાજાનું આખ્યાન કડવું ૪૨: નળ રાજાનું આખ્યાન કડવું ૪૩: નળ રાજાનું આખ્યાન કડવું ૪૪: નળ રાજાનું આખ્યાન પદ ૧૧: કરિયે રાજી ઘનશ્યામ રે સંતો... કડવું ૪૫: અંબરીષ રાજાનું આખ્યાન કડવું ૪૬: વિભીષણનું આખ્યાન કડવું ૪૭: સુધનવાનું આખ્યાન કડવું ૪૮ પદ ૧૨: ધીરજ સમ નહિ ધન રે સંતો... કડવું ૪૯: જડભરતનું આખ્યાન કડવું ૫૦: જડભરતનું આખ્યાન કડવું ૫૧: શુકદેવનું આખ્યાન કડવું ૫૨: નારદમુનિનું આખ્યાન પદ ૧૩: સાચા સંતે અત્યંત રાજી... કડવું ૫૩: સનકાદિકનું આખ્યાન કડવું ૫૪: જાજળી ઋષિનું આખ્યાન કડવું ૫૫: અરુણી/ઉપમન્યુ આખ્યાન કડવું ૫૬ પદ ૧૪: સાચા ભક્તની રીત સર્વે... કડવું ૫૭: મુદ્‌ગલ ઋષિનું આખ્યાન કડવું ૫૮ કડવું ૫૯: જયદેવનું આખ્યાન★ કડવું ૬૦: જયદેવનું આખ્યાન★ પદ ૧૫: ક્ષમાવંત સંત અત્યંત સુખ... કડવું ૬૧ કડવું ૬૨ કડવું ૬૩ કડવું ૬૪ પદ ૧૬: ધન્ય ધન્ય ધન્ય કહું સાચા સંતને... પદ ૧૭: આજ આનંદ મારા ઉરમાં...