॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

॥ સત્સંગદીક્ષા ॥

166

अत्यन्ताऽऽवश्यके नूनं परिशुद्धेन भावतः।

सत्यप्रोक्तौ न दोषः स्याद् अधिकारवतां पुरः॥ १६६॥

GUJ

અત્યંત આવશ્યક હોય તો પરિશુદ્ધ ભાવનાથી અધિકૃત વ્યક્તિને સત્ય કહેવામાં દોષ નથી. (૧૬૬)

ENG

If extremely necessary, it is acceptable to convey the truth with pure intent to an authorized person. (166)

167

आचारो वा विचारो वा तादृक् कार्यो न कर्हिचित्।

अन्येषाम् अहितं दुःखं येन स्यात् क्लेशवर्धनम्॥ १६७॥

GUJ

જેણે કરીને અન્યનું અહિત થાય, તેને દુઃખ થાય કે ક્લેશ વધે તેવા આચાર કે વિચાર ક્યારેય ન કરવા. (૧૬૭)

ENG

One should never act or think in a way that is hurtful or damaging to others or that increases conflict. (167)

168

सुहृद्भावेन भक्तानां शुभगुणगणान् स्मरेत्।

न ग्राह्योऽवगुणस्तेषां द्रोहः कार्यो न सर्वथा॥ १६८॥

GUJ

સુહૃદયભાવ રાખી ભક્તોના શુભ ગુણોને સંભારવા. તેમનો અવગુણ ન લેવો અને કોઈ રીતે દ્રોહ ન કરવો. (૧૬૮)

ENG

With suhradaybhāv, recollect the virtues of devotees. One should never view their flaws or offend them in any way. (168)

169

सुखे नोच्छृङ्खलो भूयाद् दुःखे नोद्वेगमाप्नुयात्।

स्वामिनारायणेच्छातः सर्वं प्रवर्तते यतः॥ १६९॥

GUJ

સુખમાં છકી ન જવું અને દુઃખમાં ઉદ્વેગ ન પામવો. કારણ કે બધું સ્વામિનારાયણ ભગવાનની ઇચ્છાથી પ્રવર્તે છે. (૧૬૯)

ENG

In happy times do not get carried away and in unhappy times do not become discouraged, since everything occurs by Swaminarayan Bhagwan’s wish. (169)

170

विवादः कलहो वाऽपि नैव कार्यः कदाचन।

वर्तितव्यं विवेकेन रक्ष्या शान्तिश्च सर्वदा॥ १७०॥

GUJ

ક્યારેય પણ કોઈની સાથે વિવાદ કે કલહ ન જ કરવો. હંમેશાં વિવેકથી વર્તવું અને શાંતિ રાખવી. (૧૭૦)

ENG

One should never argue or quarrel with anyone. One should always be well-mannered and remain calm. (170)